બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અજબ ગજબ / અમદાવાદ / A mother of 4 children had affair with his husbands brother, lover kidnapped his husband from ahmedabad

અમદાવાદ / ચાર સંતાનોની માતા પતિના માસિયાઈ ભાઈના દીકરાના પ્રેમમાં પાગલ થઈ, પછી જે થયું તે ચોંકાવનારું

Vaidehi

Last Updated: 05:15 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: રાજસ્થાનમાં રહેતી ચાર બાળકોની માતાને પતિના ભત્રીજા સાથે પ્રેમ થઈ. પ્રેમીએ અમદાવાદથી પ્રેમિકાનાં પતિનું અપહરણ કર્યું અને માર માર્યો.

  • રાજસ્થાનમાં રહેતી 4 સંતાનોની માતા પ્રેમમાં પડી
  • પતિનાં માસિયાઈ ભાઈનાં દીકરાનાં પ્રેમમાં પાગલ
  • પ્રેમીએ પતિનું અમદાવાદમાંથી કર્યું અપહરણ

અમદાવાદ:રાજસ્થાનમાં રહેતી ચાર બાળકોની માતાને પતિના ભત્રીજા સાથે પ્રેમ થઈ જતાં સંબંધોમાં કડવાશ ફેલાઈ અને તેના પરિણામે કરવામાં આવેલા પતિના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ પ્રેમી સાથેનો ફોટોગ્રાફ્સ વોટ્સએપ ડીપીમાં રાખ્યો હતો, જેથી પતિએ તે ફોટોગ્રાફ્સ સમાજના આગેવાનો સહિત અનેક સ્થળે વાઈરલ કર્યો હતો. ફોટોગ્રાફ્સ વાઈરલ કરતાંની સાથે જ પ્રેમી યુવક ઉશ્કેરાયો હતો અને તેના સાગરીતો સાથે મળી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રેમિકાના પતિનું આનંદનગરથી અપહરણ કર્યા બાદ રાજસ્થાન લઈ ગયા હતા, જ્યાં તેને માર પણ મારવામાં આવ્યો હતો. 

અમદાવાદ આનંદનગરની ઘટના
આનંદનગર વિસ્તારમાં આવેલા નારણભાઈ રબારીના મકાનમાં રહેતા અને મૂળ રાજસ્થાનના અનિલચંદ્ર લબાનાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ માર માર્યાની ફરિયાદ કરી છે. અનિલચંદ્ર લબાના હાલમાં ઓલા ઉબેર કંપનીમાં ટેક્સી ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. અનિલચંદ્રનાં લગ્ન વર્ષ ર૦૦૬માં રમણ લબાનાની દીકરી વર્ષા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. અનિલચંદ્રને બે દીકરી અને બે દીકરા છે અને તેમનાં માતા-પિતા રાજસ્થાનમાં રહે છે.

મા‌સિયાઈ ભાઇના પુત્ર સાથે પ્રેમ થઈ ગયો 
અમદાવાદમાં રોજી-રોટી માટે અનિલચંદ્ર આવ્યો હોવાથી તેની પત્ની અને બાળકો રાજસ્થાનમાં માતા-પિતા સાથે રહેતાં હતાં. અનિલચંદ્ર અવારનવાર રાજસ્થાન પરિવારને મળવા માટે જતો હતો. ત્યાર બાદ પરત અમદાવાદમાં આવી જતો હતો. વર્ષાને અનિલચંદ્રના મા‌સિયાઈ ભાઇના પુત્ર પ્રીતેશ લબાના સાથે પ્રેમ થઈ ગયો હતો, જેથી વર્ષ ર૦ર૦માં હોળીના સમયે તે પ્રીતેશ સાથે ભાગી ગઈ હતી. આ મામલે અનિલચંદ્રએ રાજસ્થાનના ધંબોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 

'અમારી સમાજમાં બદનામી કેમ કરો છો? '
મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સમાજના આગેવાનોએ પ્રીતેશને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો, જ્યાં તે વર્ષા સાથે રહેતો નહીં હોવાનું રટણ કર્યું હતું, જ્યારે વર્ષા પણ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, જ્યાં તેણે નિવેદન નોંધાવ્યું હતું કે હું મારી મરજીથી એકલી રહેવા માગું છું. છેલ્લાં ત્રણ વર્ષથી વર્ષા સાસરીમાં પરત આવી નહીં અને તે પોતાના દીકરા રવીન્દ્રને પણ લઇને જતી રહી હતી. ઘણા સમયથી અનિલચંદ્ર પત્ની અને બાળકને શોધી રહ્યો છે. થોડા દિવસ પહેલાં પ્રીતેશ અને વર્ષાના ફોટોગ્રાફ્સ વર્ષાના વોટ્સએપ ડીપીમાં મળી આવ્યા હતા, જેથી અ‌િનલચંદ્રએ સમાજના આગેવાનોને તે ફોટોગ્રાફ્સ મોકલી દીધા હતા. આ મામલે પ્રીતેશ અને તેના પિતા શંભુ લબાનાએ અનિલચંદ્રને ધમકી આપી હતી કે અમારી સમાજમાં બદનામી કેમ કરો છો? 

આ છે સમગ્ર ઘટના
તારીખ ર એપ્રિલના રોજ અનિલચંદ્ર વસ્ત્રાપુરથી પેસેન્જર લઇને આનંદનગર ગયો હતો, જ્યાં એક કાર આવીને ઊભી રહી હતી, જેમાંથી પ્રીતેશ લબાના, વિક્કી ઊતર્યા હતા. બંને અનિલચંદ્ર પાસે આવ્યા હતા અને દરવાજો ખોલીને બહાર નીકળવાનું કહ્યું હતું. અનિલચંદ્રએ દરવાજો નહીં ખોલતાં પ્રીતેશે કાચ તોડી નાખ્યો હતો અને દરવાજો ખોલી અનિલચંદ્રને બહાર કાઢ્યો હતો. તું અમારા ફોટોગ્રાફ્સ સમાજમાં વાઇરલ કરે છે તેમ કહી અનિલચંદ્ર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન બીજા બે શખ્સો પણ આવ્યા હતા અને અનિલચંદ્રને જબરદસ્તી કારમાં બેસાડી દીધો હતો. બે શખ્સોએ અનિલચંદ્રની કાર ચલાવી દીધી હતી, જ્યારે પ્રીતેશ અને વિક્કીએ અનિલચંદ્રાને પોતાની કારમાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ અનિલચંદ્રની આંખ પર પટ્ટી બાંધીને અલગ અલગ જગ્યાએ લઇ ગયા હતા, જ્યાં તેને માર મારવા લાગ્યા હતા. વિક્કી થલતેજ ઊતરી ગયો હતો, જ્યારે અનિલચંદ્રને તેની કારમાં બેસાડીને પ્રીતેશ રાજસ્થાન તેના વતનમાં લઈ ગયો હતો. રાજસ્થાનમાં લઈ ગયા બાદ પ્રીતેશના પિતા શંભુએ અનિલચંદ્રને લાકડીઓના ફટકાથી માર માર્યો હતો અને અમારા ફોટા કેમ વાઈરલ કરે છે? તેમ કહ્યું હતું. અનિલચંદ્રને પત્ની સાથે સંબંધ હોવાનું પ્રૂફ મળતાં તેણે ફોટો વાઈરલ કર્યો હોવાની કબૂલાત કરી હતી. આનંદનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ