બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A horrific accident occurred in Balasinor of Mahisagar district

મહીસાગર / જાનૈયાઓને નડ્યો ગંભીર અકસ્માત: પૂરપાટે આવતી કાર વરઘોડામાં ફરી વળતા 2નાં મોત, 25 ઇજાગ્રસ્ત, જુઓ CCTV

Malay

Last Updated: 02:30 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં બેકાબૂ સ્વિફ્ટ કારે મહેમાનોને અડફેટે લેતા 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • વરઘોડામાં નાચતા મહેમાનોને સ્વિફ્ટ કારે અટફેટે લીધા
  • અકસ્માતમાં 2ના મૃત્યુ, 25 લોકો ઈજાગ્રસ્ત
  • તમામ ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • કમકમાટીભર્યા અકસ્માતના CCTV આવ્યા સામે

મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અક્સ્માત સર્જાતા લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટે લેતા 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઊભા કરી દે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. 
     
લગ્નનો પ્રસંગ માતમમાં પરિવર્તિત 
બાલાસિનોરમાં એક દુર્ઘટનાએ લગ્નના રૂડા પ્રસંગને મોતના માતમમાં પરિવર્તિત કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં દેવી પૂજક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. જેથી ગઈકાલે રાત્રે વરરાજાનો વરઘોડો બાલાસિનોર શહેરમાં નીકળ્યો હતો. 

મહેમાનોને લીધા અડફેટે
આ દરમિયાન શહેરના સેવાલિયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ફૂલ સ્પીડમાં આવતી સ્વિફ્ટ કારના ચાલકે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતથી વરઘોડામાં અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માત થવાના કારણે લગ્નના વરઘોડામાં આનંદની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો.

25 લોકો ઈજાગ્રસ્ત થયા 
આ અંગેની જાણ થતાં બાલાસિનોર પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં શહેરની કે.એમ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. આ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા આર.બી બારોટ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ