બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A girl died after falling into a bucket while playing in Navsari

લાલબત્તી / નવસારી: પિતા ઊંઘતા હતા, માતા ઘરકામમાં હતી અને રમતા રમતા એક વર્ષીય બાળકી પડી ડોલમાં.! થયું દર્દનાક મોત

Kishor

Last Updated: 09:16 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતા તેનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  • નવસારીમાં ડોલમાં પડી જતા એક વર્ષીય બાળકીનું મોત
  • રમતા સમયે બાળકી ડોલમાં પડી હતી

 નવસારીમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. રમતા સમયે બાળકી ડોલમાં પડી હતી. બાદમાં એક વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.

A girl died after falling into a bucket while playing in Navsari

ફૂલ જેવી બાળકી બાજુમાં રમતી હતી

માતા, પિતાની આંખ ઉઘાડનાર આ કિસ્સાની વિગત એવી છે કે નવસારી શહેરના જમાલપોરના નીલકંઠ અપાર્ટમેન્ટમાં રહી નેપાળી પરિવાર ગુજરાન ચલાવતો હતો. નેપાળી યુવાન વોચમેનનું કામ કરતો હતો. આ દરમિયાન વોચમેન પિતા સૂતા હતા અને માતા ઘરકામ કરવા ગઈ હતી. ત્યારે આ નેપાળી પરિવારની એક વર્ષીય ફૂલ જેવી બાળકી બાજુમાં રમતી હતી. આ પરિવારની એક વર્ષીય બાળા રમતા રમતા અકસ્માતે પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી.

A girl died after falling into a bucket while playing in Navsari

સંતાનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ
જે અંગે જાણ થતા દેકારો બોલી ગયો હતો.  બાળકીના રડવાનો અવાજ સાંભળી પિતાએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. બીજી બાજુ દીકરીને ડોલમાં જોતા લોકોના હોશ ઉડી ગયા હતા. તરત જ દીકરીને ડોલમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  જોકે સારવાર મળે તે પહેલા ખાનગી હોસ્પિટલમાં બાળાને લાવતા તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.જ્યા તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોતાના સંતાનને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ