જંગલી પશુઓના રસપ્રદ વીડિયો તમે અવાર-નવાર સોશિયલ મીડિયામાં જોયા હશે. ક્યારેક તેની ક્યુટનેસ દિલને સ્પર્શી જાય છે તો ક્યારેક તેનો આક્રમક અંદાજ જોઈને ડર લાગે છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં બે હાથી વચ્ચેની લડાઈનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
બે હાથી એકબીજા સાથે લડ્યા
વીડિયો જોઈને યુઝર્સ થયા પરેશાન
યુઝર્સ બોલ્યા, માણસની જેમ ના લડશો
આખરે કેમ એકબીજાની સાથે લડ્યા બે હાથી
જંગલી પશુઓની વચ્ચે ક્ષેત્રીય લડાઈ અથવા માદા માટે તેઓ એકબીજા સાથે લડે છે. એવામાં જંગલના સૌથી વિશાળકાય પ્રાણીને એકબીજા સાથે લડતા જોઈને યુઝર્સ પરેશાનીમાં મુકાઈ ગયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બે હાથી ખૂબ જ ગુસ્સામાં દૂરથી એકબીજા તરફ આગળ વધી રહ્યાં છે. જેવો એક હાથી બીજા હાથીની નજીક પહોંચે છે અને એકબીજા સાથે લડવાનુ શરૂ કરે છે. બંનેની લડાઈ જોઇને તમે એક ક્ષણ માટે તો વિચારતા થઇ જશો. ત્યારબાદ તેઓ એકબીજાને એટલું જોરથી માથુ અથડાવે છે કે આજુબાજુની ધૂળ ઉડવા માડે છે. વીડિયોમાં લડાઈનો અવાજ પણ સાંભળી શકાય છે. બે હાથી વચ્ચેની લડાઈમાં પાછળથી અવાજ સંભળાય છે કે જેમાં એક શખ્સ કહી રહ્યો છે કે એક હાથીનો દાંત તૂટી ગયો છે. જો કે, આ વીડિયોમાં યુઝર્સ રસ એટલે લઇ રહ્યાં છે કે જંગલના બે વિશાળકાય અને મજબૂત પશુ એકબીજાની સામે લડી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયોને આઈએફએસ અધિકારી સુરેન્દર મેહરાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરીને લખ્યું છે કે, 'અસ્તિત્વ અથવા પ્રભુત્વની લડાઈ.'