બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complaint was registered against the accused who molested a 10 year old girl in Jamnagar

હવસનો પ્રોજેક્ટ! / એરફોર્સના કર્મચારીની ગંદી બાત! પાડોશીની 10 વર્ષની બાળકીને ઘરે બોલાવી કરી વિકૃત હરકત, ફરિયાદ થતાં હડકંપ

Kishor

Last Updated: 04:23 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં 10 વર્ષની બાળકી સાથે એરફોર્સ-1 વિસ્તારમાં પ્રોજેક્ટ કરવાના બહાને ઘરમાં બોલાવ્યા પછી એરફોર્સના કર્મચારીએ જ શારીરિક અડપલા કરતા સનસનાટી મચી છે.

  • જામનગરમાં 10 વર્ષની બાળકી સાથે વિકૃતે અડપલાં કરતાં ફરિયાદ 
  • એરફોર્સ-1માં 10 વર્ષની બાળકીની છેડતી અને અડપલાંની ઘટના 
  • એરફોર્સના કર્મચારીએ પ્રોજેક્ટ કરવાના બહાને કર્યા અડપલાં

મહિલા સલામતીના દાવા વચ્ચે જામનગરમાંથી વધુ એક વખત ચકચારી ઘટના સામે આવી છે. જેમાં જામનગરના એરફોર્સ -૧માં ૧૦ વર્ષની બાળકી સાથે આડપલા કરવાનો  કિસ્સો સામે આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ મામલે પાડોશી એરફોર્સના કર્મચારી સામે પોલીસે પોકસો એક્ટની કલમ તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પાડોશી એરફોર્સના કર્મચારીએ પ્રોજેક્ટ કરવાના બહાને ઘરમાં બોલાવ્યા પછી ખરાબ કૃત્યનો પ્રયાસ કરતા શહેરભરમાં આરોપી સામે ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે.

A complaint was registered against the accused who molested a 10 year old girl in Jamnagar

પુષ્પેન્દ્રસિંહ નામના એક એરફોર્સના કર્મચારી સામે ફરિયાદ

આ મામલે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગરના એરફોર્સ સ્ટેશનમાં રહેતા એક એરફોર્સ કર્મચારીની ૧૦ વર્ષની પુત્રી અભ્યાસ કરતી હતું અને તેને પ્રોજેક્ટ બનાવવાનો હતો. જેનો લાભ લઇ તેના સામેના જ ક્વાર્ટરમાં રહેતા પુષ્પેન્દ્રસિંહ નામના એક એરફોર્સના કર્મચારીએ દીકરીને પોતાના ક્વાર્ટર્સમાં બોલાવી હતી. જ્યા એકલતાનો લાભ લઇ છેડતી અડપલાનો પ્રયાસ કર્યો હતો. 

A complaint was registered against the accused who molested a 10 year old girl in Jamnagar

એરફોર્સ વર્તુળમાં ભારે હલચલ

જેને લઈને દીકરી ખૂબ જ ડરી ગઈ હતી અને તેમને આરોપીના કબજામાંથી ભાગવાનો પ્રયાસ કરી અને અંતે તેને સફળતા મળી હતી જે મહામહેનતે ઘરે પહોંચી હતી. અને પોતાના ઘરમાં જઈ માતાને સમગ્ર વાત કરતા માતા-પિતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી.તો એરફોર્સ વર્તુળ માં ભારે હલચલ મચી ગઈ હતી.

ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી
જે સમગ્ર મામલો જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાળકીની માતાએ સીટી સી. ડિવિઝનના પીઆઇ અમિત ચૌધરી સમક્ષ ઘટનાનું વર્ણન કર્યું હોવાથી એરફોર્સના કર્મચારી પુષ્પેન્દ્રસિંહ સામે પોકસો એક્ટ ની કલમ તેમજ  ૩૫૪ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને તેની ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ