બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / A cloud of hope in the midst of despair! A system forming in the Bay of Bengal will drench Gujarat with rain

ઝરમર / નિરાશાના માહોલ વચ્ચે આશાના વાદળ! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે, જાણો આગાહી

Dinesh

Last Updated: 11:07 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat rain news : સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

  • બંગાળની ખાડીમાં વરસીદી સિસ્ટમ સક્રિય
  • અમદાવાદમાં વરસાદ પડશે તેવી શક્યતા
  • દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદની આગાહી


જન્માષ્ટમીની સાંજથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે તેવી આશા બંધાઈ હતી, જોકે હવે વરસાદે હાથતાળી આપતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થયો છે, જોકે આવા નિરાશાના માહોલ વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને વરસાદથી તરબોળ કરશે તેવી આગાહી કરી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ભારે વરસાદની આગાહી વચ્ચે  અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન: શહેરના નવા નરોડા, નિકોલ, બોડકદેવ સહિતના  વિસ્તારોમાં ...

ગુજરાતને વરસાદ તરબોળ કરશે
સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ ગયો હતો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થઈ નહોતી. જન્માષ્ટમીથી ફરી વરસાદનાં મંડાણ થતાં લોકોમાં હરખ છવાયો હતો. અલબત્ત, હવે વરસાદનું નામોનિશાન નથી. આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારે 86.26 ટકા વરસાદ પડ્યો હોઈ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.

રાજ્યમાં આ તારીખ સુધી થઇ શકે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી | Rain  Forecast For Next 5 days In Gujarat

વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ આગાહી મુજબ આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે. તા. 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તા. 18 સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની વકી છે.

હવામાન નિષ્ણાતોનું શું કહવું ?
બીજી તરફ હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસા જેવો સાર્વત્રિક વરસાદનો માહોલનો ઊભો થઈ શકે છે તેમ હવામાન નિષ્ણાતો જણાવે છે. દરમિયાન, સ્થાનિક હવામાન વિભાગે તા. 17 અને 18 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ