સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સામેં આવી છે. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી.
સુરેન્દ્રના વસ્તડીનો બ્રિજ થયો ધરાશાઈ
વસ્તડીનો બ્રિજ 110 ગામોને જોડે છે
જર્જરીત બ્રિજ હોવાથી બ્રિજ થયો ધરાશાઈ
બ્રિજ પરથી પસાર થતું ડમ્પર પણ નદીમાં ખાબક્યું
રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સામેં આવી છે. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી. ખાસ વાત એ છે કે ખખડધજ બ્રિજ મામલે vtv ન્યુઝ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવા છતાં નગરોળ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જેને લઈને આ કિસ્સો સામે આવ્યો છે.
ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ
110 ગામને જોડતો બ્રિજ ધરાશાયી થતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતી. આ વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પરમાં સીધું જ નદીમાં ખાબક્યુ હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે
નોંધનિય છે કે 21 ઓગસ્ટના રોજ VTV NEWSએ અહેવાલ દર્શાવ્યો હતો. જર્જરિત બ્રિજ અંગેનો VTV NEWSએ અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર જાગ્યું હતું. પરંતુ તંત્રએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો અને યોગ્ય સમારકામ ન થતા બ્રિજ ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.