બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / વડોદરા / A 27-year-old advocate died of a heart attack in Vadodara.

કુદરતે શું ધાર્યું છે / ભરી જવાનીમાં હ્રદય બેસી ગયું.! વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત, બાર એસો. શોકમાં ગરકાવ

Dinesh

Last Updated: 10:38 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 27 વર્ષના એડવોકેટને હાર્ટએટેક આવતા મોત થયું છે, નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજ્યું

 

  • ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ
  • વડોદરામાં 27 વર્ષના એડવોકેટને આવ્યો હાર્ટએટેક
  • નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા નિપજ્યું મૃત્યુ


રાજ્યમાં હોર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું છે. નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસો.એ શ્રદ્ધાંજલિ આપી છે. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. 

નિહાલ ત્રિવેદી

ગઈકાલે સુરતમાં યુવકને હોર્ટ એટેક આવ્યો હતો
સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારે  આ ઘટનાની જાણ આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.  યુવકને તાત્કાલી આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. 

હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં પડી ગયો
મળતી માહિતી અનુસાર,  થોડા દિવસ અગાઉ રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો હતો. 

ચાલુ બાઈકે આવ્યો હતો હાર્ટ એટેક
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ હાર્ટ એટેકથી 2 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ બાદ કાપડના વેપારીનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ