બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 22-year-old girl from Anklav chased a 17-year-old minor in love

આશ્ચર્યજનક / આંકલાવની 22 વર્ષીય યુવતીએ 2 લગ્ન તોડ્યા બાદ 17 વર્ષના યુવકને ભગાડ્યો, ગુજરાતમાં સર્જાયો પ્રથમ કિસ્સો

Shyam

Last Updated: 11:58 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં પ્રથમ વખત યુવતી સગીર યુવકને ભગાડી ગઈ હોવાની ઘટના સામે આવી, જો કે હાલ પોલીસે સુરતના વરાછામાંથી યુવતી અને યુવકને ઝડપી પાડ્યા

  • 22 વર્ષની યુવતી સગીર યુવકને ભગાડી ગઈ 
  • યુવક યુવતી સુરતમાંથી ઝડપાયા
  • યુવતી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

અત્યાર સુધી યુવક યુવતીને ભગાડી જતો હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આણંદમાં પ્રથમ વખત યુવતી સગીર યુવકને ભગાડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે હાલ પોલીસે સુરતના વરાછામાંથી યુવતી અને યુવકને ઝડપી પાડ્યા છે. અને યુવતી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના રામપુરા ગામે રહેતી 22 વર્ષની યુવતી તેની સાથે કામ કરતા 17 વર્ષના યુવકને ભગાડી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે યુવતી સામે સગીરના અપહરણની ફરિયાદ નોંધી હતી. અને ત્યારબાદ બાતમીના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે યુવતી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના રામપુરા ગામે રહેતી અંકિતા (નામ બદલ્યું)  આંકલાવની એક નર્સરીમાં કામ કરતી હતી. જ્યાં 17 વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. એ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. અને તેણે ગત પહેલી જૂનના રોજ સગીરને ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ હતી. આ બનાવ સંદર્ભે પરિવારજનોની તપાસમાં સગીરને યુવતી ભગાડી ગઈ હોવાનું ખૂલતાં તેમણે યુવતી વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બીજી તરફ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોનના કોલ-ડિટેઈલ અને લોકેશનના આધારે તે સુરતમાં હોવાનું ખૂલતાં પોલીસે બંનેને સુરતના વરાછામાંથી ઝડપી પાડ્યાં હતાં.

પોલીસ તપાસમાં યુવતી રૂપિયા સાતથી આઠ હજાર અને કિશોર પાંચ હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયાં હતાં. બંને જણા ઘર ભાડે રાખીને રહેતાં હતાં. યુવતી ઘરે જ હતી. ત્યારે સગીર છેલ્લા એક અઠવાડિયાથી નોકરી પર લાગ્યો હતો. બંને ભાગ્યા ત્યારે પીડિત સગીર હતો. આ પ્રકારના કિસ્સામાં જ્યારે ભોગ બનનારી યુવતી હોય ત્યારે પૂછપરછ મહિલા પોલીસ કરતી હોય છે પરંતુ અહીં યુવતી પુખ્ત વયની હતી, અને યુવકને લઈને ગઈ હતી ત્યારે તે સગીર હતો પરંતુ જ્યારે બંને ઝડપાયા ત્યારે તે પુખ્તવયનો હતો. જેથી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. જોકે યુવતીએ આ દરમિયાન બે વખત સગીર સાથે શારીરિક સબંધ બાંધ્યો હોવાનું સામે આવતા આખરે આજે આંકલાવ પોલીસે યુવતી વિરુદ્ધ  પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂલ ઓફેન્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ અંકિતાએ અમદાવાદ ખાતે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. પરંતુ બે દિવસ રહ્યા બાદ તે ઘરમાંથી માલ-સામાન લૂંટીને આવી હતી. એ પછી તેણે એ જ રીતે બીજા લગ્ન પણ કર્યા હતા. જેમાં પણ સંબંધ તૂટી ગયો હતો. અને આખરે આ યુવતીએ સગીરને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડતાં પોલીસના હાથે ઝડપાઇ જવા પામી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ