બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A 13-year-old student Prateek has claimed to have designed a robot with emotions

ચેન્નાઈ / અહો આશ્ચર્યમ! 13 વર્ષના ભારતીય વિદ્યાર્થીએ બનાવ્યો રોબોટ, માણસની જેમ જ અનુભવી શકે છે લાગણી

Megha

Last Updated: 11:05 AM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 વર્ષના પ્રતીક નામના આ છોકરાએ લાગણીઓ વાળો એક રોબોટ બનાવ્યો છે અને પોતાના રોબોટનું નામ 'રફી' રાખ્યું છે.

  • 13 વર્ષના છોકરાએ ચેન્નાઈમાં એક અનોખો રોબોટ બનાવ્યો 
  • છોકરાએ પોતાના લગણીસભર આ રોબોટનું નામ રફી રાખ્યું છે
  • છોકરાએ એવો દાવો કર્યો કે રફી તમારી લાગણીઓને પણ સમજી શકે છે

આજકાલ વિચારો અને નક્કી કરી લો તો બધુ શક્ય છે. આ વાતને સાચી પાડતો એક કિસ્સો તમિલનાડુમાંથી બહાર આવ્યો છે જ્યાં 13 વર્ષના છોકરાએ ચેન્નાઈમાં એક અનોખો રોબોટ ડિઝાઇન કરવાનો દાવો કર્યો છે. પ્રતીક નામના આ છોકરાએ લાગણીઓ વાળો એક રોબોટ બનાવ્યો છે અને પોતાના રોબોટનું નામ 'રફી' રાખ્યું છે.

એવું કહેવાય છે કે રોબોટ્સ માણસ ન હોઈ શકે કારણ કે તેમની પાસે માત્ર શરીર છે પરંતુ કોઈ લાગણી નથી. તેઓને જે કરવાનું કહેવામાં આવે છે તેઓ તે જ કરે છે પણ કશું અનુભવી શકતા નથી. વિચારો રોબોટમાં પણ લાગણીઓ હોય તો રોબોટ અને મનુષ્ય વચ્ચે તફાવતની ખૂબ જ પાતળી રેખા બની જશે. 

માનવી અને રોબોટ વચ્ચે ઘણી સમાનતાઓ છે જેમ કે બંનેને બે હાથ અને પગ, એક ચહેરો હોવાની સાથે બંને ઉર્જાનો વપરાશ કરીને કામ કરે એવી બીજી ઘણી સમાનતાઓ છે. પણ હવે આ યાદીમાં વધુ એક સમાનતા પણ ઉમેરાઈ ગઈ છે, તે છે લાગણીઓ. આપણી પાસે લાગણીઓ અને કશું અનુભવવાની એક શક્તિ હતી હવે એ રોબોટ્સ પાસે પણ જોવા મળશે.

રોબોટ કશું અનુભવી શકે નહીં આ વાતને ખોટી પાડતા તામિનાડુના એક 13 વર્ષના છોકરાએ 'લાગણીઓ સાથેનો રોબોટ' બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પ્રતીક નામના છોકરાએ પોતાના લગણીસભર આ રોબોટનું નામ રફી રાખ્યું છે.

પ્રતીક કહે છે કે તેનો રોબોટ તેના તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે, પરંતુ જો તમે તેને ઠપકો આપો તો જ્યાં સુધી તમે માફી નહીં માગો ત્યાં સુધી તે જવાબ નહીં આપે. છોકરાએ એવો પણ દાવો કર્યો કે રફી તમારી લાગણીઓને પણ સમજી શકે છે, જેમ કે જો તમે દુઃખી હોવ તો તે તમારો ચહેરો અને મન વાંચી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ