બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / 8-year-old brother was sitting with the body of a 2-year-old innocent, waiting for this

લાંછન / VIDEO : આત્મા કકળી ઉઠ્યો ! 8 વર્ષનો બાળક 15 કલાક સુધી નાના ભાઈની લાશ લઈને બેસી રહ્યો, 'દેવદૂત' આવ્યો મદદે

Hiralal

Last Updated: 08:56 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મુરેનામાં આત્મા કકળી ઉઠી તેવી એક ઘટનામાં એમ્બ્યુલન્સ ન મળતા આઠ વર્ષનો છોકરા ખોળામાં 2 વર્ષના નાના ભાઈની લાશ લઈને બેસી રહ્યો હતો.

  • મધ્યપ્રદેશના મુરેનામાં આત્મા કકળી ઉઠે તેવી ઘટના
  • આઠ વર્ષનો બાળક ખોળામાં બે વર્ષના ભાઈની લાશ લઈને બેસી રહ્યો
  • લાશ ઘેર લઈ જવા એમ્બ્યુલન્સ ન મળી

ગરીબોને મરણ પણ મોંઘું પડે છે અને સ્વાસ્થ્ય સેવાઓ સુધરી હોવાના સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા હોવાનું લાગી રહ્યું છે અરે ગરીબો કે મધ્યમ વર્ગને ખરે ટાણે એક એમ્બ્યુલન્સ પણ મળી શકતી નથી અને આ બધામાં તેમને પોતાનાની લાશ ઘેર લઈ જવા માટે પણ ફાંફા પડતા હોય છે. મધ્યપ્રદેશના મુરેનામાં પણ આત્મા કકળી ઉઠે તેવી એક ઘટના બની છે. 

આઠ વર્ષના બાળકને 2 વર્ષના ભાઈની લાશ ખોળામાં રાખીને બેસવું પડ્યું 
મુરેના શહેરમાં એક આઠ વર્ષનો નિર્દોષ તેના બે વર્ષના ભાઈની લાશને ખોળામાં લઈને રસ્તાની બાજુમાં બેઠો હતો. બીજી તરફ મૃતકના બિચારા પિતા પોતાના બાળકના મૃતદેહને ઘરે લઈ જવા માટે સસ્તા દરે વાહનની શોધ કરી રહ્યા હતા. જેણે પણ આ અવ્યવસ્થિત દૃશ્ય જોયું, તેનો આત્મા ધ્રૂજી ઉઠ્યો અને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. મુરૈના જિલ્લા હોસ્પિટલમાંથી લાશને લઈ જવા માટે કોઈ વાહન મળી આવ્યું ન હતું, પરંતુ જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સત્તાવાળાઓનું પેટનું પાણી હલ્યું હતું અને લાશ માટે તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી.

હોસ્પિટલે એમ્બ્યુલન્સ નથી કહીને વાત ઉડાવી મૂકી 
મુરેના જિલ્લાના અંબાહના બડફ્રા ગામના રહેવાસી પૂજારામ જાટવ પોતાના બે વર્ષના પુત્ર રાજાને અંબાહ હોસ્પિટલમાંથી રિફર કર્યા બાદ એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવ્યા હતા. એનિમિયા અને પેટમાં પાણી ભરાવાથી પીડાતા રાજાએ જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. અંબાહ હોસ્પિટલમાંથી રાજાને લાવનારી એમ્બ્યુલન્સ તરત જ પરત ફરી હતી. રાજાના મૃત્યુ બાદ તેના ગરીબ પિતા પૂજારામે મૃતદેહને ગામ લઈ જવા માટે હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફને વાહન વિશે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મૃતદેહને લઈ જવા માટે કોઈ વાહન નથી, બહાર કાર ભાડે મળે તે લઈ લો એવું કહીને વાતને ઉડાવી મૂકી હતી. 

પિતા સસ્તું વાહન ગોતવા નીકળ્યાં 
હોસ્પિટલ પરિસરમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સના એક સંચાલકે ભાડા માટે દોઢ હજાર રૂપિયાની માંગણી કરી હતી. પૂજારામ પાસે એટલા પૈસા નહોતા, તેથી તે પોતાના પુત્ર રાજાની લાશ લઈને હોસ્પિટલની બહાર આવ્યો, તેની સાથે તેનો આઠ વર્ષનો પુત્ર ગુલશન પણ હતો. હોસ્પિટલની બહાર કોઈ વાહન મળી આવ્યું ન હતું. આ પછી, ગુલશન નહેરુ પાર્કની સામે, રસ્તાની બાજુમાં ગટર પાસે બેસી ગયો અને પૂજારામ સસ્તા દરે વાહન શોધવા ગયો. લગભગ 15 કલાક સુધી આઠ વર્ષનો ગુલશન પોતાના બે વર્ષના ભાઈની લાશ ખોળામાં લઈને બેસી રહ્યો.

આખરે એક દેવદૂત આવીને મદદ પૂરી પાડી 
આ સમય દરમિયાન, તેની આંખો તાકી રહી અને તેના પિતા રસ્તા પર પાછા ફરે તેની રાહ જોતી રહી. ક્યારેક ગુલશન રડતો તો ક્યારેક ભાઈના શરીરને પંપાળતો. રસ્તા પર પસાર થતા લોકોની ભીડ હતી, જેણે પણ આ દૃશ્ય જોયું તે ધ્રૂજી ઉઠ્યું, તેમનો આત્મા ધ્રૂજી ઊઠ્યો, ઘણા લોકોની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. માહિતી મળતા જ કોતવાલી ટીઆઈ યોગેન્દ્ર સિંહ આવ્યા હતા. તેઓએ નિર્દોષ ગુલશનનો મૃતદેહ તેના ભાઈના ખોળામાંથી ઉપાડ્યો અને બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ગુલશનના પિતા પૂજારામ પણ ત્યાં આવ્યા હતા, ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને બડાફ્રા મોકલી દેવામાં આવ્યો હતો. રડતાં રડતાં પૂજારામે કહ્યું કે તેને ચાર બાળકો છે. ત્રણ પુત્રો અને એક પુત્રી, જેમાંથી રાજા સૌથી નાનો હતો. પૂજારામના જણાવ્યા અનુસાર, તેની પત્ની તુલસા ત્રણ મહિના પહેલા જ ઘરેથી નીકળીને તેના મામા ડબરા પાસે ગઈ હતી, જે પોતે બાળકોની સંભાળ રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ