બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / 600 crore club south directors ss rajamouli shankar prashanth neel nelson dilipkumar

મનોરંજન / 100, 200 કરોડ નહીં, પૂરા 600 કરોડની ક્લબમાં સામેલ છે સાઉથ ડાયરેક્ટરની આ ફિલ્મો, જુઓ લિસ્ટ

Manisha Jogi

Last Updated: 06:18 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવો સમય હતો જ્યારે ફિલ્મો હિટ થવાનો માપદંડ 100-200 કરોડની કમાણી થાય તો ફિલ્મ હિટ ગણાતી હતી. દરેક ફિલ્મની કમાણી 600 કરોડ થઈ શકે તે શક્ય નથી.

  • સાઉથના એવા ડાયરેક્ટર, જેમની ફિલ્મ 600 કરોડ રૂપિયાના ક્લબમાં શામેલ
  • 600 કરોડ રૂપિયાના ક્લબમાં સૌથી પહેલા નંબરે એસ.એસ.રાજામૌલી
  • ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

એક એવો સમય હતો જ્યારે ફિલ્મો હિટ થવાનો માપદંડ 100-200 કરોડની કમાણી થાય તો ફિલ્મ હિટ ગણાતી હતી. સૌથી પહેલા 100 કરોડ રૂપિયાનું ક્લબ આવ્યું, ત્યારપછી 200 કરોડ, પછી 300 કરોડની કમાણી પર ફિલ્મ હિટ થવા લાગી. ફિલ્મોની વધતી કમાણીને કારણે આ આંકડો 600 કરોડ પર અટકી ગયો છે. દરેક ફિલ્મની કમાણી 600 કરોડ થઈ શકે તે શક્ય નથી. અહીંયા અમે સાઉથના એવા ડાયરેક્ટર વિશે જણાવી રહ્યા છીએ, જેમણે 600 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 

600 કરોડ રૂપિયાના ક્લબમાં સૌથી પહેલું નામ એસ.એસ.રાજામૌલીનું આવે છે. આ એક એવા ડાયરેક્ટર છે, જેમની ફિલ્મોએ 600 કરોડ રૂપિયાથી લઈને 1,000 કરોડ રૂપિયાની કમણી કરી છે. તેમની ફિલ્મ બાહુબલીએ 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મ બાહુબલી 2એ 1,000 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી હતી. તેમની ફિલ્મ RRRએ વિશ્વભરમાં ધૂમ મચાવી હતી અને બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 

રજનીકાંતની ફિલ્મ જેલર 600 કરોડ રૂપિયાના ક્લબમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ નેલ્સન દિલીપકુમારે ડાયરેક્ટ કરી છે અને રજનીકાંત આ ફિલ્મમાં લીડ રોલ ભજવી રહ્યા છે. પ્રશાંત નીલ પણ 600 કરોડ રૂપિયાના ક્લબમાં શામેલ છે. તેમણે KGF ફિલ્મ બનાવી છે અને KGF ચેપ્ટર 2એ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ લિસ્ટમાં ચોથા નંબરે ડાયરેક્ટર શંકર આવે છે. તેમની ફિલ્મ 2.0એ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો, આ પ્રકારે રજનીકાંતની ફિલ્મ 600 કરોડ રૂપિયાના ક્લબમાં શામેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ