બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / 6 nuclear blasts knocked India to its knees: Shahbaz Sharif launches dingo as soon as he becomes PM

પાક.ના નવા પીએમ / કાશ્મીર મુદ્દે શહબાઝ શરીફનું મોટું નિવેદન, પ્રધાનમંત્રી મોદીને પણ કરી આ અપીલ

Mayur

Last Updated: 08:25 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં સર્વાનુમતે પ્રધાનમંત્રી પદે ચૂંટાયાના 1 કલાક બાદ શહબાઝ શરીફે ભારત વિરોધી ઝેર આપીને જુની માનસિકતા છતી કરી છે.

  • પીએમ બન્યા બાદ શહબાઝ શરીફે ભારત વિરૃદ્ધ ઓક્યું ઝેર
  • કહ્યું અમે 6 પરમાણુ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું
  • શહબાઝ શરીફે છતી કરી ભારત વિરોધી માનસિકતા 

પાકિસ્તાનના નવા વરાયેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પીએમ બન્યાના થોડા કલાક બાદ ભારત વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે મોટી મોટી ડીંગો હાંકી છે. શરીફે કહ્યું કે અમે 6 પરમાણુ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું. જોકે તેમનું આ નિવેદન અતિ હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. 

કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે પીએમ મોદી-શરીફ 

તેમણે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતા કહ્યું કે  આપણે સાથે મળીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે નવાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે અમે પાંચ પરમાણુ વિસ્ફોટના જવાબમાં છ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું. શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શરૂઆતથી જ કમનસીબ રહ્યું છે કારણ કે આપણે પાડોશી પસંદ કરી શકતા નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત સાથેના આપણા સંબંધો સારા ન રહ્યા. નવાઝ શરીફે ભારત સાથેના સંબંધો સુધર્યા હતા. નવાઝ શરીફે વિધાનસભામાં કાશ્મીર માટે અવાજ ઉઠાવ્યો હતો. ઈમરાન ખાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારે ભારતે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરી ત્યારે અમે કોઈ ગંભીર રાજનૈતિકતા કેમ ન કરી. તેણે ઈમરાનને સવાલ પૂછ્યો કે શું અમે કાશ્મીરીઓની પરવા કરીએ છીએ

ભારત સાથે મધૂર સંબંધો વિકસાવવા આતુર પણ પહેલા કાશ્મીર મુદ્દાનો ઉકેલ 
આ પહેલાના નિવેદનમાં શહબાઝ શરીફે એવું જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે સારા સંબંધો વિકસાવવા આતુર છે પરંતુ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવું ન થઈ શકે. 

અમે પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.નેતાઓને પાકિસ્તાનની જેલોમાં કેવી રીતે મોકલવામાં આવ્યા, અમે તે માજી પાસે જવા માંગતા નથી. અમે પાકિસ્તાનને વધુ સારું બનાવવા માંગીએ છીએ. હું કહેવા માંગુ છું કે અમે આ લોકોના ઘાને મટાડવા માંગીએ છીએ. અમે કોઈની સાથે બદલો નહીં લઈએ. અમે કોઈને જેલમાં નહીં મોકલીએ, પરંતુ કાયદો પોતાનું કામ કરશે. ન્યાયનો વિજય થશે. આપણે સૌ મળીને આ દેશને ચલાવીશું અને પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.

શહબાઝ શરીફ સંસદમાં ચૂંટાયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી 
શહબાઝ શરીફ પાકિસ્તાની સંસદમાં સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી ચૂંટાયા છે. આજે થયેલા વોટિંગમાં તેમને 174 વોટ મળ્યાં હતા જ્યારે તેમના હરીફ પૂર્વ વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીને એક વોટ પણ મળ્યો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ