બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / 50% Capacity For Maharashtra Private Offices, Theatres Till March 31

કોરોના / મહારાષ્ટ્રમાં મહામારીનું મહારૂપ : ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ બોલાવી શકાશે, જાણો નવા નિયમો

Hiralal

Last Updated: 05:54 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાઈરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે નવા પ્રતિબંધો લગાડવાનું શરુ કરી દીધું છે.

  • ડ્રામા થિએટર અને ઓડિટોરીયમમાં 50 ટકા પ્રેક્ષકોને જ મંજૂરી
  • સરકારી અને ખાનગી ઓફિસમાં માસ્ક પહેરવું ફરજિયાત
  • આ તમામ દિશાનિર્દેશો 31 માર્ચ સુધી લાગુ પડશે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી નવા દિશા-નિર્દેશો અનુસાર હવેથી ખાનગી ઓફિસો ફક્ત 50 ટકા સ્ટાફ જ બોલાવી શકશે. તે ઉપરાંત રાજ્યમાં તમામ ડ્રામા થિએટર અને ઓડિટોરીયમમાં પણ 50 ટકા ક્ષમતાથી કામ ચલાવવું પડશે. સરકારરી કાર્યાલયોમાં કર્મચારીઓની હાજરી માટે કાર્યાલય હેડ નિર્દેશ જારી કરી શકે છે.

જોકે આરોગ્ય અને જરુરી સેવાઓ સંબંધિત ખાનગી અને સરકારી ઓફિસોને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. જોકે તેમણે પણ તેમના કાર્યાલયમાં કોરોનાના નિયમો માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. 

નવા નિયમ અનુસાર કોઈ પણ સરકારી અથવા ખાનગી ઓફિસમાં માસ્ક પહેર્યાં વગર કોઈને પણ દાખલ થવાની મંજૂરી નહીં હોય. કાર્યાલયમાં દાખલ થનાર તમામ લોકોનું તાપમાન લેવામાં આવશે અને દરેક કાર્યાલયમાં જરુરી સ્થળોએ સેનેટાઈઝર પણ રાખવામાં આવશે. આ તમામ દિશાનિર્દેશો 31 માર્ચ સુધી લાગુ પડશે.

મુંબઇમાં પણ કેસો વધી રહ્યા છે 

તંત્ર દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1193 દર્દીઓ સ્વસ્થ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 3,52,835 કેસ નોંધાયા છે, જેમાંથી 3,21,947 દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 18,424 છે જ્યારે કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 11,555 લોકોએ જીવ ગુમાવ્યો છે, સક્રિય કેસ ફક્ત મહારાષ્ટ્રના છે.

આરોગ્ય મંત્રાલય મુજબ, દેશના 60 ટકા એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાંથી છે અને હાલમાં કોરોનાથી થઈ રહેલા મૃત્યુમાં 45.5 ટકા મોત પણ મહારાષ્ટ્રથી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર 1 માર્ચ સુધી મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી દર 10 ટકાની આસપાસ હતો, જે હવે વધીને 16 ટકાની આસપાસ પહોંચી ગયો છે. 

મહારાષ્ટ્રમાં ટેસ્ટિંગની સંખ્યા મામલે આરોગ્ય મંત્રાલયનું નિવેદન 

આરોગ્ય મંત્રાલયે મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે રાજ્યમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ કોરોના પરીક્ષણની સંખ્યા વધી રહી નથી. અમે રાજ્ય સરકારને આ તરફ ધ્યાન આપવા કહ્યું છે, તે નોંધપાત્ર છે કે ભારતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે, કોવિડ -19 ના 35,871 નવા કેસ નોંધાયા, જે છેલ્લા 100 દિવસથી વધુ દિવસોમાં એક જ દિવસમાં નોંધાયેલો સૌથી વધુ કેસનો આંકડો છે. આ સાથે, સંક્રમિતોના કુલ કેસોની સંખ્યા 1,14,74,605 ​​પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2,52,364 પર પહોંચી ગઈ છે, જે સતત આઠમા દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થવાને કારણે ચેપના કુલ કેસોના 2.20 ટકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ