બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 5 Naradhams forcibly gang-raped a girl, objectionable video goes viral

ઉત્તરપ્રદેશ / 'મને બચાવી લ્યો! મને બચાવો..' 5 નરાધમોએ બળજબરીથી યુવતી સાથે કર્યો ગેંગરેપ, વાંધાજનક વીડિયો વાયરલ

Priyakant

Last Updated: 10:24 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agra Gangrape Latest News: પીડિત યુવતીએ કહ્યું, મને બળજબરીથી રૂમમાં ઘસડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, બળજબરીથી દારૂ પીવડાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી ચકચાર

  • આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના 
  • ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ
  • આરોપીઓની બળજબરી વચ્ચે પીડિતાને તેના પેન્ટમાં શૌચ કરવું પડ્યું
  • પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું 

Agra Gangrape : ઉત્તર પ્રદેશના આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ તરફ હવે ગેંગરેપ પીડિતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને બચાવવા માટે આજીજી કરી રહી છે. આરોપીઓની બળજબરી વચ્ચે પીડિતાને તેના પેન્ટમાં શૌચ કરવું પડ્યું. પીડિત મહિલા સાથે હોમ સ્ટેમાં પાંચ યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો તો મહિલાને ખેંચવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો. 

આગ્રામાં હોમ સ્ટે હોટલમાં મહિલા કર્મચારી પર ગેંગરેપની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેને બળજબરીથી રૂમમાં ઘસડવામાં આવી અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તરફ હવે પોલીસે પણ આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

શું છે સમગ્ર મામલો ? 
વિગતો મુજબ આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના તાજનગરી ફેઝ 2 માં આવેલ હોટેલ હોમ સ્ટેમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પાંચ યુવકોએ યુવતીને હોટેલ હોમ સ્ટેમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાની ઉંમર આશરે 25 વર્ષની છે. તેણે કહ્યું કે, અગાઉ તેનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેના માથા પર કાચની બોટલ પણ તોડી નાખી હતી. 

બળજબરીથી દારૂ પીવડાવી સામૂહિક દુષ્કર્મ 
પીડિત યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. પીડિતાનો મિત્ર જીતેન્દ્ર તેના ચાર મિત્રો સાથે હોટલ પર પહોંચ્યો હતો અને તેને બળજબરીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મહિલા આજીજી કરતી રહી પણ..... 
એક વીડિયોમાં પીડિતા રૂમની બહાર જમીન પર ઉદાસ અવસ્થામાં પડેલી જોવા મળે છે, નજીકમાં એક યુવક ઊભો છે અને તે તેને કહી રહી છે કે તેને નાની દીકરીઓ છે. પીડિતા ત્રાસનો આરોપ લગાવી રહી છે અને વારંવાર મદદ, મદદની બૂમો પાડી રહી છે.  કેટલાક યુવકો તેને પકડીને બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજા વીડિયોમાં એક યુવક પીડિત મહિલાને બળજબરીથી પકડી રહ્યો છે. પીડિતા હાથ જોડીને પોતાનો જીવ બચાવવા સતત ભીખ માંગી રહી છે પરંતુ યુવક પીડિતાને જમીન પર ઢસડીને બીજી બાજુ લઈ જઈ રહ્યો છે.

તમામ આરોપીઓની ધરપકડ
ઘટના અંગે એસીપી સદર અર્ચના સિંહે કહ્યું કે તાજગંજ પોલીસને માહિતી મળી હતી કે બસાઈ ચોકી વિસ્તારના હોમ સ્ટેમાં બળાત્કાર અને મારપીટની ઘટના બની હતી. પીડિતાની ફરિયાદના આધારે ઘટનાની નોંધ લેતા, બળાત્કાર, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર પુરુષ અને એક મહિલા સહિત આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ