બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 5 Major Judgment of American Court in Jogani Brothers Controversy

કાર્યવાહી / 5 બ્રધર્સના વિવાદમાં અમેરિકન કોર્ટનો મોટો ચુકાદો, ફટકાર્યો 2000 કરોડનો દંડ, જાણો વિવાદ

Priyakant

Last Updated: 03:32 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jogani Brothers Controversy Latest News: ગુજરાતી મૂળના 5 બ્રધર્સના વિવાદમાં અમેરિકન કોર્ટે મોટો ચુકાદો, 21 વર્ષ જૂના જમીન વિવાદમાં ફટકાર્યો 2000 કરોડનો દંડ

Jogani Brothers Controversy : ગુજરાતી મૂળના 5 બ્રધર્સના વિવાદમાં અમેરિકન કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વિગતો મુજબ અમેરિકામાં લોસ એન્જલસની એક અદાલતે ભારતીય મૂળના 5 ભાઈઓને સંડોવતા કાનૂની વિવાદના કેસમાં 21 વર્ષ પછી પોતાનો ચુકાદો આપ્યો છે અને વળતર અને મિલકતના વિભાજન તરીકે અબજો ડોલરની જંગી રકમનો આદેશ જાહેર કર્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આ નિર્ણય 21 વર્ષ જૂના જમીન વિવાદમાં આવ્યો હતો જેમાં હરેશ જોગાણીને તેના ચાર ભાઈઓને 2,000 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવા અને દક્ષિણ કેલિફોર્નિયામાં તેની મિલકતના સામ્રાજ્યના શેર વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જો હવે આપણે પ્રોપર્ટી વિશે વાત કરીએ તો તેમાં અબજો યુએસ ડોલરથી વધુની કિંમતના અંદાજે 17,000 એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ કેસ 2003 માં દાખલ કરવામાં આવ્યો હતો અને અંતે ચૂકવણી અને સંપત્તિના વિભાજનમાં અબજોની જ્યુરીના ચુકાદા સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં 18 અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં વકીલોની પેઢીઓ અને પાંચ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી હતી.

મહત્વનું છે કે, હરેશ જોગાણીએ તેના ભાઈ-બહેનો સાથે લાંબા સમયથી ચાલતી ભાગીદારી તોડી નાખી હોવાના આરોપ પર ટ્રાયલ શરૂ થઈ હતી. અહેવાલો અનુસાર દંડાત્મક નુકસાન અંગેની સુનાવણી સોમવારે સૂચિબદ્ધ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલના 2,000 કરોડ રૂપિયાના દંડમાં પણ વધારો કરવામાં આવી શકે છે.

કોણ છે જોગાણી બંધુ ? 
મૂળ ગુજરાતના વતની જોગાણી બંધુઓએ યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વમાં વૈશ્વિક હીરાના વેપાર દ્વારા ખૂબ કમાણી કરી હતી. 2003માં નોંધાયેલી ફરિયાદ મુજબ શશિકાંત જોગાણી 1969માં કેલિફોર્નિયા ગયા અને જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો અને પછી પ્રોપર્ટીનું કામ કરતી પોતાની ફર્મ શરૂ કરી. 1990 ના દાયકાની શરૂઆતમાં જ્યારે મંદીને કારણે મિલકતોને નુકસાન થયું ત્યારે શશિકાંત જોગાણી તેમના ભાઈઓને તેમની સાથે લાવ્યા અને તેમને તેમની પેઢીમાં ભાગીદાર બનાવ્યા. તેમની ફરિયાદ મુજબ હરેશ જોગાણીએ પાછળથી ભાગીદારી તોડી નાખી અને તેના ભાઈને પેઢીના સંચાલનમાંથી "બળજબરીથી દૂર" કર્યો અને તેને પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો. શશિકાંત જોગાણીની ફરિયાદ મુજબ આ ત્યારે થયું જ્યારે કંપનીએ ખરીદીની શરૂઆત કરી અને આખરે લગભગ 17,000 એપાર્ટમેન્ટ યુનિટનો પોર્ટફોલિયો બનાવ્યો.

કોર્ટમાં લાંબી ચર્ચા થઈ 
બીજી તરફ હરેશ જોગાણીએ દલીલ કરી હતી કે, લેખિત કરાર વિના તેમના ભાઈ-બહેનો તેમની સાથે ભાગીદારી હોવાનું સાબિત કરી શકતા નથી. પરંતુ લોસ એન્જલસ કોર્ટને જાણવા મળ્યું કે, હરેશે મૌખિક કરારનો ભંગ કર્યો છે. જ્યુરીએ જુબાની સાંભળી અને જાણવા મળ્યું કે હીરાના વેપાર અને ગુજરાતી સમુદાય બંનેમાં મૌખિક કરારો પ્રચલિત છે.

વધુ વાંચો : હવેથી આ દેશમાં જો નફરત ફેલાવી તો વીઝા કેન્સલ! PMની કટ્ટરપંથીઓને ચેતવણી

શું કહ્યું કોર્ટે ? 
શશિકાંત જોગાણીના વકીલે કહ્યું કે કાયદો કહે છે કે. કોઈ પણ વ્યક્તિ મૌખિક કરાર કરી શકે છે જે લેખિત કરાર જેટલું જ મૂલ્યવાન છે. દાયકાઓ પછી બહુવિધ અપીલો અને પક્ષપાતના આક્ષેપો, તેમજ હરેશ જોગાણીના "વંશીય દુશ્મનાવટ"ના આક્ષેપો  ઉપરજ્યુરીએ તેનો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ્યુરીએ તારણ કાઢ્યું કે, 77 વર્ષીય શશિકાંત જોગાણી રિયલ એસ્ટેટ ભાગીદારીના 50 ટકાની માલિકી ધરાવે છે અને તેમને યુએસ $1.8 બિલિયનનું પ્રારંભિક નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ