બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / britain rishi sunak impassioned plea to protect country democracy far right groups spreading poison

મહત્વનો નિર્ણય / હવેથી આ દેશમાં જો નફરત ફેલાવી તો વીઝા કેન્સલ! PMની કટ્ટરપંથીઓને ચેતવણી

Arohi

Last Updated: 12:54 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Britain Rishi Sunak: બ્રિટનમાં થયેલા રોડશેલ પેટાચૂંટણીનું પરિણામ આવ્યા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર જનતાને સંબોધિત કરતા ઋષિ સુનકે જનતા પાસે લોકતંત્ર બચાવવાની અપીલ કરતા કહ્યું કે હું અહીં અમારા દેશના પહેલા અશ્વેત પ્રધાનમંત્રીના રૂપમાં ઉભો છું, જે અમારા દેશના ઈતિહાસમાં બધાને સાથે લઈને ચાલનાર સરકારનું નેતૃત્વ કરી રહ્યો છે.

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે શુક્રવારે સાંજે દેશના નાગરિકોને લોકતંત્ર બચાવવા માટે અપીલ કરી. તેમણે ચેતાવણી આપી કે ચરમપંથી તાકાતો દેશને તોડવા અને તેની બહુ-ધાર્મિક ઓળખને કમજોર બનાવવા માટે તૈયાર રહે છે. પીએમ સુનકે પોતાની સ્પીચમાં કહ્યું કે જે લોકો વીઝા પર છે. જો તેમણે નફરત ફેલાવવાનો પ્રયત્ન કર્યો તો તેમના વીઝા રદ્દ કરી દેવામાં આવશે. 

તેમણે પ્રદર્શનકારીઓ પાસે એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો કે શાંતિપૂર્ણ પ્રદર્શનોને ચરમપંથી તાકાતો દ્વારા અડોપ્ટ ન કરવામાં આવે. પોતાની હિંદૂ માન્યતાઓનો ઉલ્લેખ કરતા બ્રિટિશ ભારતીય નેતાએ ભાર આપતા કહ્યું કે યુનાઈટેડ કિંગડમના સ્થાયી મુલ્ય બધા ધર્મો અને જાતિઓના પ્રવાસીઓને ગળે લગાવવાનું શિખવાડે છે. 

ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટના બહાર પોતાની સ્પીચમાં કહ્યું કે જે અપ્રવાસી અહી આવ્યા છે તેમણે યોગદાન આપ્યું છે. અમારા દેશની સ્ટોરીમાં નવા ચેપ્ટર લખવામાં મદદ કરી છે. 

'દેશની અંદર અમુક તાકાતો....'
પીએમ સુનકે કહ્યું કે તમે મારી જેમ એક હિંદૂ અને એક પ્રાઉડ બ્રિટિશ વ્યક્તિ હોઈ શકો છો. એક ધર્મનિષ્ઠ મુસ્લિમ અને એક દેશભક્ત નાગરિક હોઈ શકો છો. જેમ કે ઘણા લોકો જાણે છે અથવા તો એક લગનથી કામ કરનાર યહૂદી વ્યક્તિ અને પોતાના સ્થાનીક સમુદાયના કેન્દ્ર હોઈ શકે છે અને આ બધુ અમારા ઈસાઈ ચર્ચની સહિષ્ણુતા પર આધારિત છે. પરંતુ મને ડર છે કે દુનિયાના સૌથી સફળ એકથી વધારે જાતિ અને આસ્થા વાળા લોકતંત્રના નિર્માણમાં અમારી ઉપલબ્ધિને જાણી જોઈને કમજોર કરવામાં આવી રહી છે. દેશની અંદર અમુક તાકાત એ છે જે અમને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. 

ઋષિ સુનક, રોશડેલ પેટાચૂંટણીમાં ફિલિસ્તીન સમર્થક જોર્જ ગેલોવેની જીત બાદ આ સ્પીચ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં જ ઘણા અવસર પર બ્રિટનના રસ્તા પર નાના સમૂહોએ કબ્જો કરી લીધો છે. જે બ્રિટિશ મુલ્યોનું દુશ્મન છે અને તેમની લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન નથી કરતા. 

વધુ વાંચો: આઠમાં પૂર્વ ભારતીય નૌસૈનિકની કતારમાંથી ક્યારે થશે વાપસી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

પહેલા અશ્વેત પ્રધાનમંત્રી 
ઋષિ સુનકે કહ્યું કે ઈસ્લામિક ચરમપંથી અને ઘુર દક્ષિણપંથી એક બીજાને પ્રોત્સાહન આપે છે. તે એ દેખાવો કરવાના કારણે પરેશાન છે કે તેમની હિંસા કેટલી ઉચિત છે. જ્યારે હકીકતમાં ગ્રુપ એક જ ચરમપંથી સિક્કાની બે બાજુ છે... બન્ને અમારી બહુલવાદી, આધુનિક દેશથી નફરત કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ