બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / 5 die in fire at cracker factory in Saharanpur Uttar pradesh

ઉત્તરપ્રદેશ / સહારનપુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: માલિક સહિત 5નાં મોત, ઘણાં કામદારો હજુ પણ લાપતા

Dhruv

Last Updated: 12:46 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPના સહારનપુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા મૃત્યુઆંક 5 એ પહોંચ્યો છે. આ બ્લાસ્ટનો અવાજ છેક 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

  • UPના સહારનપુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ
  • વિસ્ફોટમાં ફેક્ટરી માલિક રાહુલ સહિત 5 લોકોના મોત
  • વિસ્ફોટમાં કેટલાંક કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા

ઉત્તર પ્રદેશના સહારનપુરના બલવંતપુરમાં આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી માલિક રાહુલ સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ હતી અને તેમાં પાર્ક કરેલી કાર અને બાઇકના પણ કુરચેફુરચા ઉડી ગયા હતા. એટલું જ નહીં આ બ્લાસ્ટનો અવાજ છેક 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક પાંચ થઇ ગયો

બલવંતપુરની આ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક પાંચ થઇ ગયો છે. જો કે, હજુ પણ કેટલાંક મજૂરો ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે 2.30 વાગ્યા બાદ અન્ય બે યુવકોના શરીરના જુદા-જુદા ભાગો મળી આવ્યા હતા. પરિવારજનોએ કપડાં અને અન્ય સામાન સાથે બંનેના મોતની પુષ્ટિ કરી હતી. બીજી તરફ પોલીસે બંનેના સેમ્પલ પણ ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા છે.

ફેક્ટરી સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોવિંદપુરના જંગલમાં સ્થિત

તમને જણાવી દઇએ કે, જે ફેક્ટરીમાં આ અકસ્માત થયો છે તે સહારનપુર જિલ્લાના સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોવિંદપુરના જંગલમાં સ્થિત છે. ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થયાની માહિતી મળતા જ સરસવા પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, રાહુલે ગોવિંદપુરના જંગલમાં ફટાકડા બનાવવાની લાયસન્સવાળી ફેક્ટરી લગાવી હતી અને તેમાં ફટાકડામાં ઉપયોગમાં લેવાતા દાડમ બનાવવામાં આવે છે. શનિવારની સાંજે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે રાહુલ કુમાર કેટલાંક કામદારો સાથે ફેક્ટરીમાં હાજર હતો. શહેર અને સરસાવા એરફોર્સ સ્ટેશનથી આવેલા ફાયર ફાઈટર્સે ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. માહિતી મળતાં જ ડીઆઈજી પ્રીતિન્દર સિંહ, ડીએમ અખિલેશ સિંહ, એસએસપી આકાશ તોમર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વિસ્ફોટમાં કાર, બાઇક અને અન્ય વસ્તુઓને પણ નુકસાન

મળતી જાણકારી મુજબ, સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગામમાં રહેવાસી કિરણના 32 વર્ષીય પુત્ર રાહુલ કુમારની બળવંતપુર ગામના જંગલમાં કિરણ ફાયરના નામે ફટાકડાની ફેક્ટરી છે. શનિવારે કારખાનામાં માલિક રાહુલની હાજરીમાં સાતથી આઠ મજૂરો કામ કરી રહ્યાં હતા. સાંજના 6 વાગ્યે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. ગામલોકો પાસે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે, ઉંચી જ્વાળાઓ આગળ વધી રહી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં કામ કરતા કેટલાંક મજૂરોને બચવાનો પણ મોકો ન મળ્યો. આ વિસ્ફોટના કારણે ફેક્ટરીની છત ઉડી ગઈ હતી, જેમાં કેટલાંક કામદારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે, વિસ્ફોટમાં કાર, બાઇક અને અન્ય વસ્તુઓને પણ નુકસાન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ