બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / 5 dead, 1 injured as elderly man fires indiscriminately in Toronto

મોટી દુર્ઘટના / ટોરેન્ટોમાં વૃદ્ધે અંધાધૂંધ ફાયરિંગ કરતા 5નાં મોત, એક ઘાયલ, પોલીસની જવાબી કાર્યવાહીમાં ખુદ પણ ઠાર

Priyakant

Last Updated: 10:18 AM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હુમલાખોરના હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

  • કેનેડાના ટોરોન્ટોમાં ઈમારત પર 73 વર્ષીય વ્યક્તિ દ્વારા અંધાધૂંધ ગોળીબાર
  • ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો 
  • જવાબી કાર્યવાહીમાં પોલીસે 73 વર્ષીય વ્યક્તિને ગોળી મારી ઠાર કર્યો

કેનેડાના ટોરોન્ટોમાં રવિવારે એક 16 માળની ગગનચુંબી ઈમારત પર 73 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. હુમલાખોરની ઓળખ ફ્રાન્સેસ્કો વિલી તરીકે કરવામાં આવી છે, જેને બાદમાં પોલીસે જવાબી કાર્યવાહીમાં ઠાર માર્યો હતો.

પોલીસનું કહેવું છે કે, ગોળી મારવામાં આવેલા ત્રણ લોકો એ જ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના બોર્ડ મેમ્બર છે. અહેવાલો અનુસાર, હુમલાખોર ફ્રાન્સેસ્કોના આ બોર્ડ સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. જોકે હુમલાખોરના હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

શું કહ્યું પોલીસે ? 

યોર્ક પ્રાદેશિક પોલીસ વડા જિમ મેકસ્વીનએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 7:20 વાગ્યે પોલીસને ફોન આવ્યો હતો કે, ઓન્ટારિયોમાં એક વૃદ્ધ વ્યક્તિએ ગોળીબાર કર્યો છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને બિલ્ડિંગના ત્રણ અલગ-અલગ એપાર્ટમેન્ટમાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા હતા. મૃતકોમાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓ છે. પોલીસનું કહેવું છે કે, તેઓએ હુમલાખોરને 16 માળની ઇમારતના હોલવેમાં ગોળી મારી દીધી હતી.

ઘટના પહેલાનો વિડીયો વાયરલ 

આ દરમ્યાન હવે ઘટના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હુમલાખોર બોર્ડના સભ્યો સાથેના વિવાદની વાત કરી રહ્યો છે. તે કહે છે કે આ લોકો અને કોર્ટના અધિકારીઓ મને બરબાદ કરવાનું કાવતરું કરી રહ્યા છે. જોકે આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને પોલીસે તેના પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે સ્થળ પરથી સેમી-ઓટોમેટિક હેન્ડગન પણ કબજે કરી હતી. એવું માનવામાં આવે છે કે આ હેન્ડગનનો ઉપયોગ શૂટિંગમાં કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ