બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / 5 countries of the world where Valentines Day is not allowed to celebrate know why

ગજબ કહેવાય / વિશ્વના એવાં 5 દેશ, જ્યાં Valentine’s Dayની ઉજવણી કરી તો સીધી જેલ, કારણો છે ચોંકાવનારા

Arohi

Last Updated: 01:17 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જગ્યાઓ પર વેલેન્ટાઈન્સ ડે ઉજવવા પર લોકોને જેલ પણ જવાનો વારો આવી શકે છે. એવામાં કપલ્સ માટે અહીં પ્રેમનો ઈઝહાર કરવો પણ મુશ્કેલ છે. લોકો અહીં વેલેન્ટાઈન ડેનું સેલિબ્રેશન નથી કરી શકતા.

  • અહીં નથી કરી શકાતુ વેલેન્ટાઈન ડેનું સેલિબ્રેશન 
  • વેલેન્ટાઈન ડે ઉજવવા પર લોકોને થઈ શકે છે જેલ 
  • કપલ્સ માટે અહીં પ્રેમ વ્યક્ત કરવો પણ મુશ્કેલ 

આજે દુનિયાના તમામ દેશોમાં પ્રેમી જોડી વેલેન્ટાઈન ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે. તેના માટે ઘણા દિવસો પહેલા તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે. તેની શરૂઆત 7 તારીખથી થઈ જાય છે. પછી છેલ્લે 14 તારીખે વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. 

આ પહેલા કપલ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિત ઘણા દિવસોની ઉજવણી કરે છે. બધા ઉજવવાનો હેતું ફક્ત પ્રેમ વ્યક્ત કરવાનો છે. જોકે દુનિયામાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ધાર્મિક પરંપરા અથવા અન્ય કારણોથી આ દિવસને સેલિબ્રેટ કરવા પ્રતિબંધ છે. આજે અમે તમને આવા પાંચ દેશો વિશે જણાવીશું. 

મલેશિયા 
વર્ષ 2005માં આ ઈસ્લામિક દેશે નિર્ણય કર્યો કે હવે વેલેન્ટાઈન્સ ડે નહીં ઉજવવામાં આવે. આ નિયમને લાગુ કરી શકાય તેના માટે ફતવો જાહેર કરવામાં આવ્યો. તેના પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે 14 ફેબ્રુઆરીએ યુવાઓની બર્બાદી અને નૈતિક પતનના પ્રવેશ દ્વારના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. 

જોકે અમુક લોકો તેને ઉજવવા માટે અલગ અલગ રીતો શોધી લે છે. વેલેન્ટાઈન પર સાર્વજનિક સ્થાન પર પ્રેમનો ઈકરાર કરવાથી લઈને અહીં ઘણા કપલ્સની ધરપકડ થઈ ચુકી છે. 

ઉઝ્બેકિસ્તાન
મધ્ય એશિયાના લેન્ડ લોક્ડ દેશ ઉઝ્બેકિસ્તાનને 1991માં સોવિયત સંઘથી આઝાદી મળી હતી. આજે પૂર્વ સોવિયત સંઘના દેશોમાં વેલેન્ટાઈન ઉજવવામાં આવે છે પરંતુ ઉઝ્બેકિસ્તાનમાં નથી ઉજવવામાં આવતો. આ ઈસ્લામિક દેશમાં 2012 સુધી વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવતું હતું. 

પરંતુ આ વર્ષે શિક્ષા મંત્રાલયના જ્ઞાન અને મુલ્યનો પ્રચાર જેવા મામલાને જોતા વિભાગે તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. વેલેન્ટાઈન્સ ડેને અહીં ગેરકાયદેસર તો નથી માનવામાં આવતો પરંતુ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તે આ દિવસે ઉઝ્બેકિસ્તાનના હિરો બાબરનો જન્મદિવસ ઉજવે. 

ઈરાન
વર્ષ 2010માં ઈરાને વેલેન્ટાઈન્સ ડે પર ઓફિશ્યલ રીતે બેન લગાવ્યો હતો.  સરકારે નિર્ણય કર્યો કે વેલેન્ટાઈન્સ ડે પતનની તરફ લઈ જતો તહેવાર છે. જે પશ્ચિમી સંસ્કૃતિ અને ગેરકાયદે સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ દેશ પોતાની વાતને લઈને એટલો ગંભીર છે કે અહીં વેલેન્ટાઈનથી સંબંધિત ગિફ્ટ અને અન્ય સામાન પર પણ સરકારે બેન લગાવ્યો છે. જો અહીં પરણિત કપલ પણ સાથે ડાન્સ કરતા જોવા મળે તો તેમને જેલ થઈ શકે છે. 

પાકિસ્તાન
પાકિસ્તાનમાં વેલેન્ટાઈન ડેને ઈસ્લામની શિક્ષા વિરૂદ્ધ માનવામાં આવે છે. અહીં એક નાગરિકે 2018માં ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે વેલેન્ટાઈન્સ ડે પશ્ચિમી સંસ્કૃતિથી આવે છે અને ઈસ્લામની શિક્ષા વિરૂદ્ધ છે. ત્યાર બાદ કોર્ટે વેલેન્ટાઈન્સ ડે પર બેન લગાવ્યો છે. 

સાઉદી 
સાઉદી અરબમાં પણ વેલેન્ટાઈન્સ ડે વર્ષોથી નથી ઉજવવામાં આવતો. અહીં એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન્સ ડે પર જે કંઈ કરવામાં આવે છે તેમાં મોટાભાગની વસ્તુઓની વિચારધારા વિરૂદ્ધ છે. અહીં દુકાનો પર પણ વેલેન્ટાઈન્સ સાથે જોડાયેલા સામાનને બેન કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ