બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 48 hours rain forecast in these districts from Saurashtra to North Gujarat: wind will blow at a speed of 40
Vishal Dave
Last Updated: 09:46 PM, 1 March 2024
સમગ્ર ગુજરાતમાં ઠંડી હવે મહદઅંશે વિદાય લઇ ચૂકી છે, પરંતુ ગરમીની શરૂઆત થાય તે પહેલા વરસાદની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે.. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઇ છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
2 સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે, 2 સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સામાન્ય થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી. કરાઇ છે..
ADVERTISEMENT
તો આવતીકાલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT