બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 40 lives trapped in the tunnel for 100 hours: An army plane brought a special machine from Delhi, how will it be done

ઉત્તરાખંડ / 100 કલાકથી ટનલમાં ફસાઈ 40 જિંદગીઓ: દિલ્હીથી સેનાનું વિમાન ખાસ મશીન લઈને આવ્યું, કઈ રીતે કરાશે રેકસ્યું?

Megha

Last Updated: 10:59 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ 12 નવેમ્બરના રોજ સવારે લગભગ 4 વાગે તૂટી ગઈ હતી હતી જેમાં 40 મજૂરો ફસાયા છે. હાલ 200 થી વધુ લોકોની ટીમ તેમને બચાવવા માટે 24 કલાક કામ કરી રહી છે.

  • ઉત્તરકાશી જિલ્લાની સુરંગમાં 7 રાજ્યોના 40 મજૂરો ફસાયા છે
  • આ ટનલ દુર્ઘટનાનો આજે 5મો દિવસ છે
  • એરફોર્સના ત્રણ વિમાનો 25 ટન ભારે મશીન લઈને પહોંચ્યા 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સુરંગમાં 7 રાજ્યોના 40 મજૂરો ફસાયા છે. આ ઘટનાને લગભગ 100 કલાક વીતી ગયા છે. આ ટનલ દુર્ઘટનાનો આજે 5મો દિવસ છે, પરંતુ હજુ સુધી એક પણ મજૂરને બચાવી શકાયો નથી. NDRF, SDRF સહિત અનેક નાગરિક સંરક્ષણ દળોના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. 

200 થી વધુ લોકોની દિવસ-રાત કામ કરી રહ્યા છે 
નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ 12 નવેમ્બર એટલે કે દિવાળીના રોજ સવારે લગભગ 4 વાગે તૂટી ગઈ હતી હતી. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL), NDRF, SDRF, ITBP, BRO અને નેશનલ હાઈવેના 200 થી વધુ લોકોની ટીમ ફસાયેલા લોકોને બચાવવા માટે 24 કલાક કામ કરી રહી છે. આ પછી પણ હજુ સુધી એક પણ મજૂરને બહાર કાઢવામાં આવી શક્યા નથી. સાથે જ આ માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી છે. 

એરફોર્સના ત્રણ વિમાનો 25 ટન ભારે મશીન લઈને પહોંચ્યા 
સુરંગના પ્રવેશદ્વારથી લગભગ 200 મીટર દૂર 40 મજૂરો ફસાયેલા છે. તેની આગળ 50 મીટર સુધી કાટમાળ ફેલાયેલો છે. બચાવ ટીમ માટે આ સૌથી મોટો પડકાર છે કારણ કે ટનલનો તે ભાગ ઘણો નબળો છે. જ્યારે બચાવ દળ કામદારોને બચાવવા માટે કાટમાળ હટાવી રહી હતી ત્યારે એરફોર્સના ત્રણ વિમાનો 25 ટન ભારે મશીન લઈને પહોંચ્યા હતા. આ મશીનો વડે સ્ટીલના પાઈપોને કાટમાળમાંથી કાપીને બીજી તરફ લઈ જવામાં આવશે.

મશીન હજુ સુધી એસેમ્બલ કરી શકાયું નથી
એવું કહેવામાં આવી રહ્યું છે કે મશીન હજુ સુધી એસેમ્બલ થયું નથી. તેને પ્લેટફોર્મ પર ફીટ કરવામાં સમય લાગી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કાટમાળની અંદર સુરંગ નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મશીનો હોઈ શકે છે. મોટા પાઈપ પહેલા કાટમાળની વચ્ચે 11 મીમીની નાની પાઈપ પણ નાખવામાં આવી હતી, જે ઘણું આગળ વધી ગઈ હતી. આ પરીક્ષણ પછી, બચાવ ટીમ હવે તે જ જગ્યાએથી 900 એમએમ હ્યુમ પાઇપ નાખવાનો પ્રયાસ કરશે.

સૂત્રોનું કહેવું છે કે કામદારોને ટનલમાંથી બહાર કાઢવા માટે આ પાઈપોમાં ટ્રેક પણ બેસાડવામાં આવશે, જેથી કામદારોને પાઈપમાંથી બહાર નીકળવા માટે મુશ્કેલી ન કરવી પડે. 800 mm અને 900 mm પાઇપ ખરીદવામાં આવી છે. ટ્રાયલના પ્રથમ કલાક પછી, તે સ્પષ્ટ થશે કે મશીન તેની 5 મીમી ડ્રિલ પ્રતિ કલાકની ક્ષમતા પર કામ કરી શકશે કે નહીં.

નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે
આ બચાવમાં હજુ સુધી બચાવ એજન્સીઓને કોઈ સફળતા મળી નથી. કાટમાળ હટાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મોટા ઓગર મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવી રહી છે.

ટનલમાં કેવી રીતે થયો અકસ્માત?
તમને જણાવી દઈએ કે બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે એક ટનલ બનાવવામાં આવી રહી હતી. તેનો એક ભાગ રવિવારે સવારે તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં 40 કામદારો ફસાયા હતા. આ ટનલની કુલ લંબાઈ 4.5 કિલોમીટર છે. જેમાં સિલ્ક્યારા છેડાથી 2,340 મીટર અને દાંડલગાંવ છેડાથી 1,750 મીટર સુધી બાંધકામ કરવામાં આવ્યું છે.

ટનલના બે છેડા વચ્ચે 441 મીટરનું અંતર બાંધવાનું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે સિલ્ક્યારા બાજુથી ટનલ તૂટી પડી હતી. ટનલનો જે ભાગ તૂટી પડ્યો તે એન્ટ્રી ગેટથી 200 મીટર દૂર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ