બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમે પણ શેરમાર્કેટ કે IPOમાં રોકાણ કરો છો તો આ અઠવાડિયે ફરી એકવાર ઘણી કંપનીઓનાં IPO બહાર આવવાનાં છે. આઈપીઓમાં રોકાણ કરીને તમે સારું રિટર્ન મેળવી શકો છો. જાણકારો અનુસાર આવનારાં સમયમાં IPO માર્કેટમાં ટ્રેંડમાં રહી શકે છે. તેવામાં આ અઠવાડિયે 4 મોટી કંપનીનાં IPO બહાર પડવાનાં છે જે ઘણું સારું રિટર્ન આપી શકે છે.
જુનિપર હોટલ્સ
ADVERTISEMENT
Hyatt બ્રાંડની હોટલ ચલાવતી જુનિપર હોટલ્સનો આઈપીઓ 21 ફેબ્રુઆરીનાં સબ્સ્ક્રિપ્શન માટે ખુલીને 23 ફેબ્રુઆરીનાં બંધ થશે. કંપનીનો પ્લાન ઈશ્યૂ થકી 1800 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા આ IPO માટે કંપનીએ 341-360 રૂપિયાનો પ્રાઈસ બેંડ ફિક્સ કર્યો છે.
GPT હેલ્થકેર
ADVERTISEMENT
કોલકત્તા બેસ્ટ GPT હેલ્થકેર, આઈએલએસ હોસ્પિટલ્સ બ્રાંડથી મિડ સાઈઝ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોને ઓપરેટ કરે છે. કંપનીએ 22 ફેબ્રુઆરીનાં પબ્લિક ઈશ્યૂ જારી કરવાની ઘોષણા કરી છે. 26 ફેબ્રુઆરીનાં તેનું મેંડેટ બંધ થઈ જશે. જો કે આ કંપનીએ હજુ સુધી પ્રાઈઝ બેંડ નક્કી નથી કર્યું. 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા આ IPOથી કંપની 40 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે.
જેનિથ ડ્રગ્સ
ADVERTISEMENT
SME સેગમેંટમાં જેનિથ ડ્રગ્સનાં 40.6 કરોડ રૂપિયાનાં IPO 19 ફેબ્રુઆરીનાં ઓપન થશે. તમે 22 ફેબ્રુઆરી સુધી બિડ કરી શકશો. ઈશ્યૂની અપર લિમિટ 79 રૂપિયા છે. રોકાણકાર એકવારમાં 1600 શેરો માટે બોલી લગાડી શકે છે. આ સિવાય ડીમ રોલ ટેક 20 ફેબ્રુઆરીનાં પોતાના પબ્લિક ઈશ્યૂ ઓફર રજૂ કરવાનાં પ્લાનમાં છે. આ ઈશ્યૂની પ્રાઈઝ 129 રૂપિયા પ્રતિ શેર છે.
વધુ વાંચો: ઈન્શ્યોરન્સ પરત કરવા માટે હવે મળશે વધુ સમય, જાણો કેટલા દિવસનો હશે ફ્રી લુક પિરિયડ
ADVERTISEMENT
અન્ય લાઈવ IPO
આ અઠવાડિયે એટમાસ્ટકો લિમિટેડ, એસ્કોનેટ ટેકનોલોજી લિમિટેડ, ઈંટીરિયર્સ એન્ડ મોર લિમિટેડ, કાલાહરિધન ટ્રેંડ્ઝ લિમિટેડ અને થાઈ કાસ્ટિંગ લિમિટેડનાં IPOની લિસ્ટિંગ બહાર પડી શકે છે. આ તમામ આઈપીઓ હાલમાં લાઈવ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.