બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / 4 days remand of Yuvraj Singh's brother-in-law Shivubha in Bhavnagar riots

તપાસ / ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, ગઇકાલે આપેલા સ્ટેટમેન્ટ બાદ આજે યુટર્ન

Priyakant

Last Updated: 06:16 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YuvrajSinh Jadeja News: શીવુભા ગોહિલે ગઇકાલના આપેલા સ્ટેટમેન્ટ બાદ આજે યુટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે, મને કાયદા ઉપર ભરોસો છે

  • ભાવનગર તોડકાંડ યુવરાજસિંહના સાળા શિવુભાને લઈ મોટા સમાચાર
  • કોર્ટે યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર
  • શિવુભા ગોહિલે ગઇકાલના આપેલા સ્ટેટમેન્ટ બાદ આજે યુટર્ન 
  • ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે એક વ્યક્તિના કહેવાથી આપ્યું 
  • શિવુભા ગોહિલે કહ્યું, મને કાયદા ઉપર ભરોસો છે 

ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના ત્યાથી વધુ રૂ. 25.50 લાખ કબજે લીધા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોર્ટે  યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, શિવુભાં ગોહિલે પોલીસ તપાસ બાદ યુટર્ન કર્યો છે. વિગતો મુજબ શીવુભા ગોહિલે ગઇકાલના આપેલા સ્ટેટમેન્ટ બાદ આજે યુટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે, ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે એક વ્યક્તિના કહેવાથી આપ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, મને કાયદા ઉપર ભરોસો છે. 

ભાવનગર તોડકાંડમાં પોલીસની મહત્વની કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગઈકાલે યુવરાજસિંહના સાળા શિવુભાને ત્યાથી વધુ રોકડ રિકવર કરાઈ છે. તમને જણાવી દઈએ કે પોલીસે આરોપી શિવુભાને ત્યાથી વધુ રૂ. 25.50 લાખ કબજે લીધા છે. રૂપિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી છે. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી છે. 

શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ
પોલીસ દ્વારા વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ છે. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે. 28 માર્ચના પીકેની મેટરમાં ફાઈનલ મીટિંગ શિવુભાની ઓફિસે થઈ હતી તેમજ 30 માર્ચના પ્રદીપ બારૈયા માટેની મીટિંગ પણ શિવુભાની ઓફિસે જ થઈ હતી. શિવુભાની ઓફિસના DVR ડિલીટ માર્યાનો પોલીસનો આરોપ છે. કોમ્પલેક્ષના CCTVના રેકોર્ડિંગ ડિલીટ કરી ૩ વાર ફોર્મેટ માર્યાનો આક્ષેપ પણ કરાયો છે. પોલીસે ડિલીટ કરાયેલા DVR રિકવર કર્યા છે તેમજ શિવુભાએ બિપીન અને ઘનશ્યામને તોડની રકમમાંથી 10 ટકા આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

શિવુભાની વધુ પૂછપરછ SOGની ટીમ કરશે 
તોડકાંડમાં આરોપી અને યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. ભાવનગરના નિલમબાગ પોલીસમાં શિવુભા હાજર થયા હતા. તેમણે કહ્યું કે, યુવરાજસિંહે ફસાવવાનું કાવતરૂ છે. શિવુભાએ કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે. અમારે કોઇ પૈસાની લેતી દેતી થઇ નથી. અમે પુરાવા એકઠા કરવા મળ્યા હતા. શિવુભાની વધુ પૂછપરછ SOGની ટીમ કરશે તેમજ પૂછપરછમાં વધુ ખુલાસા થાય તેવી શકયતા છે. ઉલ્લેખનિય છે કે, ડમીકાંડમાં નામ સામે આવ્યા બાદ શિવુભા ફરાર હતા.

પોલીસ દ્વારા મોટી કાર્યવાહી
ભાવનગર પોલીસે તોડકાંડમાં મોટી કાર્યવાહી કરી હતી. અગાઉ પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતી. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોપી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા હતાં. આરોપી કાનભાએ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબજે લીધા હતા.આ રકમ તોડકાંડમાં નક્કી થયેલા વહીવટનો એક ભાગ હતો. કાનભાની બેગ સાથેના CCTV પોલીસ અગાઉ જાહેર કરી ચૂકી છે. કુલ 1 કરોડ જેવી રકમનો તોડ થયાનો આરોપ છે જેની સામે પોલીસે 38 લાખની રકમ રિકવર કર્યા છે. આ રકમ કાનભાએ તેના મિત્ર જીત માંડલિયાના ઘરે રાખી હોવાની કબૂલાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ