બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 30 gir lion death last 3 month junagadh gujarat delhi

ખુલાસો / દિલ્હીથી ગીર આવેલી ટીમે સિંહોના મોત મામલે કરી તપાસ, સામે આવ્યું મોતનું કારણ

Hiren

Last Updated: 05:42 PM, 2 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સિંહના મોતના મામલે દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીર આવી હતી. ગીર વિસ્તારમાં એશિયાઇ સિંહોમા મોત મામલે તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનામાં જૂનાગઢ વિસ્તારમાં 30 જેટલા સિંહોના મોતના મામલે તપાસ કરવામાં આવી હતી. આ અંગે તપાસ કરતા મહત્વનો ખુલાસો થયો છે.

  • જૂનાગઢ-ગીરમાં 30 જેટલા સિંહોના મોતનો મામલો 
  • કેટલાક સિંહોના મોત બબેસિયા રોગથી થયાનો ખુલાસો 
  • સિંહોના મોત મામલે તપાસ માટે દિલ્હીથી ટીમ જુનાગઢ-ગીર આવી હતી

ગીર વિસ્તાર એશિયાટિક સિંહ માટે જાણીતો છે. આ સિંહ માત્ર ભારતમાં જ જોવા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં ગીરમાં 30 જેટલા સિંહોના મોત થઇ ચૂક્યા છે. જેમાંમાં કેટલાક સિંહોના મોત કુદરતી થયા છે, તો કેટલાક સિંહોના મોત બબેસિયા રોગથી થયા હોવાનો ખુલાસો સામે આવ્યો છે.

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જે સિંહોના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેબેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ જવાબદાર નથી. 

સિંહોના મોતના મામલે કેન્દ્ર સરકારની ટીમે કરી તપાસ

આ સિંહોના મોત પાછળનું કારણ જાણવા માટે કેન્દ્રની ટીમ ગીર વિસ્તારમાં પહોંચી હતી. જેમાં કેન્દ્રીય વન વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટીયૂટના સભ્ય અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સભ્યનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા તમામ વાઈલ્ડ લાઈફ વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી હતી. વનવિભાગના અધિકારી અને વેટરનરી ડોક્ટરો સાથે પણ મિટિંગ કરી હતી. અહીંના કેટલાક સિંહોના મોત બબેસિયા રોગથી થયા છે. આ અંગેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરી ટીમ દિલ્હી રવાના થઇ હતી. આ ટીમ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ