બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ભારત / 3 minors kill 'sexual assaulter', disfigure face, set body on fire

ખૌફનાક / હવસે જીવ લીધો ! સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરનારનો જબરો બદલો લીધો 3 છોકરાઓએ, કાંડ જાણીને કંપી જવાશે

Hiralal

Last Updated: 07:47 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના નિઝામુદ્દીનમાં 3 છોકરાઓએ 24 વર્ષના યુવાનની ઘાતકી હત્યા કરીને સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યનો બદલો લીધો હતો.

  • દિલ્હીના નિઝામુદ્દીન એરિયામાં 3 છોકરાઓએ કરી 24 વર્ષના યુવાનની હત્યા
  • યુવાને એક છોકરા સાથે કર્યું હતું સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય
  • છોકરાઓએ હત્યા કરીને ચહેરો પથ્થરોથી વિકૃત કર્યો 

દિલ્હીના 24 વર્ષના યુવાનને સગીર છોકરા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્યમાં જીવ ખોવાનો વારો આવ્યો. પીડિત યુવાને ફોસલાવીને 16 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યું હતું. આ પછી બે તેના બે મિત્રોની મદદથી રેપિસ્ટને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. ગુરુવારે સગીર છોકરા અને તેના બે મિત્રોએ એક 25 વર્ષીય વ્યક્તિને ખુકરીથી કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, નિઝામુદ્દીન બસ્તીના રહેવાસી શંકાસ્પદ લોકોએ પુરાવાનો નાશ કરવા માટે પીડિતાનો ચહેરો પત્થરોથી વિકૃત કરી દીધો હતો અને તેના શરીરને આગ ચાંપી દીધી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સગીર વયના બે 16 વર્ષીય અને એક 17 વર્ષીય કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યા બાદ આશ્રયસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.

પાર્કમાંથી મળી અર્ધબળેલી લાશ 
પોલીસે ત્રણેય છોકરાઓને ઝડપી પાડ્યાં હતા. પૂછપરછમાં એવો ખુલાસો કર્યો કે તેઓએ આઝાદ તરીકે ઓળખાતા એક વ્યક્તિની હત્યા કરી હતી, અને તેનો મૃતદેહ ખુસરો પાર્કમાં પડ્યો હતો. આ પછી ટીમ તાબડતોબ ત્યાં ધસી ગઈ અને ત્યાંથી એક અર્ધ બળેલી લાશ મળી આવી હતી. 

શું હતો કેસ
હજરત નિઝામુદ્દીનમાં 24 વર્ષના યુવાને એક સગીર છોકરા સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યું હતું. આ પછી સગીરે તેના બે મિત્રોની સાથે મળીને પીડિતની હત્યા કરી નાખી હતી શકમંદોએ મૃતકના પુરાવા અને ઓળખનો નાશ કરવા માટે સૂકા ઘાસ અને કપડાંની મદદથી લાશને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસને પીડિતની અર્ધ બળેલી લાશ મળી આવી હતી. પોલીસને મર્ડરનું હથિયાર તથા લાશના નિકાલ માટે વપરાયેલ અર્ધ બળેલા લાકડા પણ મળ્યાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ