બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / 3 leaders of Kshatriya community arrested for burning effigy of Parshotam Rupala in Rajkot

લોકસભા ચૂંટણી 2024 / પરશોતમ રૂપાલાના પૂતળા દહનનો મામલો, પોલીસે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની કરી અટકાયત

Vishal Khamar

Last Updated: 02:15 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગઈકાલે રાત્રે ક્ષત્રિમ સમાજ દ્વારા પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કરવા મામલે પોલીસે ક્ષત્રિય સમાજનાં 3 આગેવાનોની ધરપકડ કરતા મામલો ગરમાયો હતો. પોલીસની કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી.  પોલીસ દ્વારા કમલ 151 મુજબ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 

ક્ષત્રિય સમાજે પોલીસની કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી
પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજનાં આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમજ પોલીસ દ્વારા કરવામાં  આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. 

શનિવારે  રાજકોટ ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા પૂતળા દહન કરાયું હતું
કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ  હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે. પોસ્ટરો લગાવવામાં આવશે  અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. પરસોતમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવી હોઈ એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરષોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.. જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાઓેએ પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.

પદ્મિનીબા વાળા (અધ્યક્ષ, મહિલા કરણી સેના)

વધુ વાંચોઃ દ્વારકામાં એક જ પરિવારના 4 સભ્યો આગમાં હોમાયા, દાદી, પતિ-પત્ની અને સાત મહિનાની બાળકીનું મોત

રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્યઃ પદ્મિનીબા વાળા (અધ્યક્ષ, મહિલા કરણી સેના)
આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે.  અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ