બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / 3 Dead After Roof Of Sekhmet Bar Collapses in Chennai

દુખદ / 'મોત આવવાનું છે તેવી બારના લોકોને ખબર હશે'? અચાનક ઉપરથી ત્રાટક્યું મોત, 3 લોકોના મોત

Hiralal

Last Updated: 10:28 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના ચેન્નઈમાં આવેલા જાણીતા સેખમેટ બારમાં છત તૂટી પડવાને કારણે 3 લોકોના મોત થયાં હતા.

લોકો મોજમજા અને છાંટોપાણી માટે બાર કે પબમા જતાં હોય છે પરંતુ ક્યારેક બાર મોતનું કારણ પણ બની શકે છે. તમિલનાડુના ચેન્નઈમાં આવેલા જાણીતા સેખમેટ બારમાં 3 લોકોના મોતની એક મોટી ઘટના બની છે. અલવરપેટ વિસ્તારમાં વ્યસ્ત ચામિયર્સ રોડ પર આવેલા જાણીતા સેખમેટ બારની છત ગુરુવારે ધરાશાયી થઇ ગઇ હતી. છત તૂટી પડવાની ઘટના પહેલા માળે બની હતી. 

છત તૂટી પડવાના બે કારણ 
કેટલાક લોકો આ ઘટનાને લઈને બારની સામે ચાલી રહેલા મેટ્રો રેલના કામ પર આંગળી ચીંધી રહ્યા છે. રાજ્ય ફાયર સર્વિસના વડા અબેશ કુમારે જણાવ્યું હતું કે, "3 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમની ઓળખ મજૂર તરીકે થઈ છે. બચાવ ટીમો એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બીજું કોઈ ફસાઈ ગયું છે કે નહીં. આ ઘટના દરમિયાન બાર ચાલુ હતો અને લોકો અંદર હતા. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પ્રેમ આનંદ સિંહાએ જણાવ્યું હતું કે, "અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે તે સમયે મેટ્રો રેલના કામમાં કોઇ મોટી અસર ઓપરેશન ચાલી રહ્યું હતું કે નહીં.

જાણીતો છે સેખમેટ બાર
ચેન્નઈનો સેખમેટ બાર ખૂબ જાણીતો છે અને અહીં સદાય લોકોની ભીડ રહેતી હોય છે પરંતુ ચમત્કાર ગણી શકાય તેવી એક ઘટનામાં આજે મોતની ઘટના વખતે ભીડ ઓછી હતી. વધારે ભીડ હોત તો શું થાય તેની કલ્પના માત્રથી પણ ધ્રૂજારી આવી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ