બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 25 inches in 24 hours in Mangrol, villages in bat, rivers flowing through houses, Junagadh residents helpless against nature, see pictures

મેઘમહેર / માંગરોળમાં 24 કલાકમાં 25 ઈંચ, ગામડા બેટમાં, ઘરોમાંથી વહેતી થઈ નદીઓ, કુદરત સામે લાચાર જુનાગઢવાસીઓ, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 09:15 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાએ જામનગર, જૂનાગઢ, ધ્રોલ, અમરેલીમાં મેઘ મહેર થઈ હતી.

  • ધ્રોલમા બપોર 2 થી 4માં 4.5 ઇંચ વરસાદ નોંધાયો 
  • સમગ્ર પંથકમા સુપડાની ધારે વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની 
  • ઠેબી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા

જૂનાગઢનાં માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો હતો. શીલ થી ઝરીયાવાડા, બામણવાડા જતા રસ્તામાં પાણી ભરાયા હતા. બામણવાડા માં 2 દિવસમાં 25 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં કારણે આસપાસનાં બધા ગામો બેટમાં ફેરવાયા હતા. પાણીમાં ફસાયેલા લોકોનું NDRF  ની ટીમ દ્વારા રેસ્ક્યું કરી લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા હતા. 

જામનગરનાં ધ્રોલમાં બપોર 2 થી 4 વાગ્યા સુધીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર પંથકમાં સુપડાની ધારે વરસાદ પડતા હોકળા અને નદીઓ ગાંડીતુર બની હતી. રાજપર, હમાપર, સુમરા ખારવા સહિતનાં ગામડાઓ તેમજ નદીઓ ગાંડીતુર બની હતી. 

ઠેબી ડેમ 124.50 મીટર ભરાયો
અમરેલીમાં મેઘ મહેરથી ઠેબી ડેમ ભરાયો હતો. ઠેબી ડેમનાં 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઠેબી ડેમ 124.50 મીટર ભરાયો હતો. નિર્ધારીત લેવલ જાળવી રાખવા 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 2 હજાર ક્યુસેક પાણીની આવક સામે જાવર શરૂ કરાઈ છે. ત્યારે નીચાણવાળા ગામડાને એલર્ટ કરાયા છે. 

 લોકો  રેસ્ક્યુ કરવા માટે ફાયર ટીમ ઘટના સ્થળે 
પોરબંદર જીલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાણાવાવનાં પીંપળીયા ગામે 6 લોકોને રેસ્ક્યું કરાયા હતા. 6 લોકો રેસ્ક્યું કરવા માટે પાયર ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


હાલ ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે
ગીર સોમનાથનાં હિરણ 2 ડેમનાં આહલાદક આકાશી દ્રશ્યો સર્જાયા હતા. હાલ ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે હિરણ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવા ગઈકાલે વેરાવળ અને તાલાળમાં જળબંબાકાર થઈ ગયું હતું.  હિરણ -2 ડેમનાં હાલ તમામ સાતેય દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે હિરણ-2 ડેમનાં આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 

માણાવદરના ઘેડ પંથકમાં ફરી વળ્યા ઓઝત નદીના પાણી
માણાવદરનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. મટીયાણાનાં વાડી વિસ્તારમાં 4 મહિલાઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. માણાવદરનાં ઘેડ પંથકમાં ફરી વળ્યા ઓઝત નદીનાં પાણી. જેથી 4 થી 5 ગામને અસર થઈ હતી. 
ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા
જામનગરનાં ધ્રોલમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદનાં કારણે નદીઓ ગાંડીતૂર બની છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે રાજપર, હમાપર, સુમરા, ખારવા સહિતનાં ગામોમાં વરસાદ થયો છે. 


ઘેડ પંથકના અનેક ગામોમાં ઓઝતના પાણી ફરી વળ્યાં
જૂનાગઢનાં માણાવદરનાં મટીયાણા ગામમાં મેઘ તાંડવ સર્જાયો હતો. મટીયાણા ગામનાં વાડી વિસ્તારમાં લોકો ફસાયા હતા. તંત્રને જાણ કરી રેસ્ક્યું માટે ટીમ બોલાવવામાં આવી હતી. ઘેડ પંથકમાં અનેક ગામોમાં ઓઝતનાં પાણી ફરી વળ્યા હતા. 

આવો કહેર ક્યારેય જોયો નથી-ખેડૂતો
ગીર સોમનાથમાં મેઘ તાંડવ થતા પાણીનં પ્રવાહની ભારે અસર થઈ છે. તાલાળા તાલુકામાં ખેડૂતો માટે વરસાદ આફત બન્યો હતો. ભોજદે ગીર સહિતનાં ગામોમાં પાક બરબાદ થઈ ગયો છે. તેમજ ખેતરમાં જમીન દોવાણ અને ખેતરોમાં પથ્થર દેખાયા હતા. નાળિયેરી અને આંબા જમીન દોસ્ત થયા હતા. ખેતરોમાં વીજ ટ્રાન્સફોર્મર અને વીજ થાંભલા પડ્યા હતા. ગીરનાં ખેડૂતોએ VTV news સાથે વાતચીત કરી હતી. આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે આવો કહેર ક્યારેય જોયો નથી. તેમજ ખેતરોમાં પથ્થર કાઢી સમતળ કરવામાં સમય અને ખર્ચ થશે.

SDRF ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી
ભાવનગરનાં કતરદેજ ગામનાં નદીનાં તટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. ઘનશ્યામ આહીર નામનાં યુવક પાણીમાં તણાયો હતો. ત્યારે હાલ ફાયર ફાઈટર તેમજ ટીડીઓ કરદેજ ખાતે પહોંચ્યા હતા. ત્યારે SDRF ની ટીમ પણ ઘટનાં સ્થળે દોડી આવી હતી. અને તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ