બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / 24-hour ultimatum given to 11 lakh people ends: 300 Israeli tanks, 600 planes ready, over 3 lakh troops on standby

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / ગાઝા ખાલી કરો... 11 લાખ લોકોને અપાયેલ 24 કલાકનું અલ્ટિમેટમ ખતમ: ઈઝરાયલના 300 ટેન્ક, 600 વિમાન તૈયાર, 3 લાખથી વધુ સૈનિકો સ્ટેન્ડબાય

Priyakant

Last Updated: 11:01 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War News: ઇઝરાયેલી સેના પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસતાં ગાઝાપટ્ટીના 11 લાખ લોકોના જીવ અધ્ધર, પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું

  • ઈઝરાયલ હવે ગાઝા પર સૌથી ભયાનક હુમલાની તૈયારીમાં
  • 600 વિમાન, 300 ટેન્ક સાથે ઇઝરાયેલ હુમલા માટે તૈયાર 
  • ઇઝરાયેલી સેના પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી
  • પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું 

ઈઝરાયલ હવે ગાઝા પર સૌથી ભયાનક હુમલાની તૈયારીમાં છે. વાત જાણે એમ છે કે, 600 વિમાન, 300 ટેન્ક સાથે ઇઝરાયેલ હુમલા માટે તૈયાર છે. આ તરફ ઇઝરાયેલે ગાઝાપટ્ટીને 24 કલાકમાં ખાલી કરવા આદેશ આપ્યો હતો. જેને લઈ હવે ઇઝરાયેલી સેના પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી છે. ઇઝરાયેલના ખૌફમાં ગાઝાપટ્ટીના 11 લાખ લોકોના જીવ અધ્ધર છે. મહત્વનું છે કે, પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું છે. 

ઇઝરાયેલની જંગી તૈયારી 
પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટી પર હુમલો કરવા માટે ઇઝરાયેલની જંગી તૈયારી જોવા મળી રહી છે. વિગતો મુજબ 600 વિમાન, 300 ટેન્ક સાથે ઇઝરાયેલ હુમલા માટે તૈયાર છે. આ સાથે ઇઝરાયેલે 3 લાખ રિઝર્વ સૈનિકોને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, ઇઝરાયેલના જમીન પર 1.73 લાખ સૈનિકો હમાસનો સફાયો કરી રહ્યા છે. આ પહેલા ઇઝરાયેલે ગાઝાપટ્ટીને 24 કલાકમાં ખાલી કરવા આપ્યો આદેશ હતો. આ તરફ હવે આક્રમક રીતે આગળ વધી રહેલા ઇઝરાયેલને લઇ મિડલ ઇસ્ટમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. 

પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી ઇઝરાયેલી સેના 
ઇઝરાયેલની સેનાં જંગી તૈયારી સાથે હવે પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટીમાં ઘુસી છે. આ તરફ ઇઝરાયેલના ખૌફમાં ગાઝાપટ્ટીના 11 લાખ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. જેને લઈ અત્યાર સુધી પેલેસ્ટાઇનમાંથી અનેક લોકોએ પલાયન કર્યું છે. નોંધનીય છે કે, ગમે ત્યારે ગાઝાપટ્ટી પર ઇઝરાયેલનો ભીષણ હુમલો થવાની શક્યતા છે. આ અગાઉ ઇઝરાયેલે ગાઝાપટ્ટી ખાલી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. જેને લઈ હજી પણ ગાઝાપટ્ટીના અનેક રહેવાસીઓ કાર-ટ્રકમાં સામાન લઇ પલાયન કરી રહ્યા છે. નોંધનીય છે કે, હમાસના આતંકીઓને સાફ કરી દેવા ઇઝરાયેલની સેનાની કાર્યવાહી વચ્ચે હવે હમાસે ઇઝરાયેલની ચેતવણીને ધ્યાને ન લેવા અપીલ કરી છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ઉત્તર ગાઝામાં રહેતા લોકોને 24 કલાકમાં વિસ્તાર ખાલી કરીને દક્ષિણ તરફ જવાની સલાહ આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઈઝરાયેલના આ નિર્ણયથી ઉત્તરી ગાઝાના 11 લાખ લોકો પ્રભાવિત થશે, જે સમગ્ર ગાઝા પટ્ટીની અડધી વસ્તી છે. સમાચાર એજન્સી અનુસાર શુક્રવાર (13 ઓક્ટોબર) બપોર સુધીમાં ઉત્તરી ગાઝામાં આટલા મોટા પાયે હિજરતના કોઈ સમાચાર નથી. ગાઝામાં રહેતા મોહમ્મદ નામના નાગરિકે કહ્યું, 'ક્યાંક બીજે જવા કરતાં મરવું સારું.' તેમણે કહ્યું, 'હું અહીં જ જન્મ્યો છું અને અહીં જ મરીશ. ગાઝા છોડવું મારા માટે શરમજનક છે.

ગાઝામાં લોકોને બહાર કાઢવા અંગે અમેરિકાનું વલણ?
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર એ એક જટિલ આદેશ હત. પરંતુ યુ.એસ. નાગરિકોને રસ્તામાંથી બહાર જવા માટે કહેતા તેના સાથીઓના ચુકાદાનું અનુમાન લગાવશે નહીં. યુએન સહાયના વડા માર્ટિન ગ્રિફિથ્સે ટ્વિટર પર લખ્યું કે, ગાઝામાં નાગરિકોને ઘેરવામાં આવી રહ્યા છે. 24 કલાકથી ઓછા સમયમાં 1.1 મિલિયન લોકોને કેવી રીતે ખસેડી શકાય?"

શું છે ઈઝરાયેલનો 'ઓર્ડર'?
ઈઝરાયેલની સેનાએ હમાસ પર નાગરિક ઈમારતોમાં છુપાઈ જવાનો આરોપ લગાવ્યો છે. સેનાએ કહ્યું કે, ગાઝા શહેરના નાગરિકો, તમારી અને તમારા પરિવારોની સલામતી માટે, ઉત્તરીય વિસ્તારને ખાલી કરો અને હમાસના આતંકવાદીઓથી પોતાને દૂર રાખો જેઓ તમારો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ