બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / 23 PAAS leaders to contest assembly elections: Bambhania

રાજનીતિ / વિધાનસભા ચૂંટણીમાં PAASના 23 આગેવાનો મેદાનમાં ઉતરશે: બાંભણિયાએ કર્યું મોટું એલાન

Priyakant

Last Updated: 02:10 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર અનામત આંદોલન સમિતિને લઈ મોટા સમાચાર,  વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે

  • વિધાનસભા ચૂંટણીને લઈ PAASના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાનું ટ્વીટ
  • આગામી વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે
  • PAASના 23 આગેવાન ઉમેદવારી કરશે તેવું ટ્વીટ
  • દિનેશ બાંભણિયાએ કહ્યું ઉમેદવારની સંખ્યા વધી પણ શકે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે દરેક પક્ષો અને સામાજિક સંસ્થાઓ હરકતમાં આવી રહી છે. તેવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે. જેને લઈ હવે ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પૂર્વે PAAS દ્વારા ચૂંટણીમાં ઊતરવાની જાહેરાત કરાઇ છે. 

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ હરકતમાં આવી ગઈ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાએ વિધાનસભા ચૂંટણીને લઈ એક મોટી જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટર આઈડી પરથી જણાવ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં PAAS ઉમેદવારો ઉતારશે. 

શું કહ્યું દિનેશ બાંભણિયાએ ? 

દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટર આઈડી પર લખ્યું છે કે,"ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટિદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો  ઉમેદવારી કરશે...સંખ્યા વધી પણ શકે છે ...હવે જામશે માહોલ" 

ચૂંટણી પહેલા રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધ્યા 

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા હવે તમામ પક્ષોના રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા શરૂ થયા છે. આજે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કામોના લોકાર્પણને લઈ ગુજરાત પ્રવાસે છે. આ સાથે અગાઉ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી ચૂક્યા છે. આ સાથે આગામી દિવસોએ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. તેવામાં હવે દરેક પાર્ટીના નેતાઓ ચૂંટણીને લઈ સક્રિય બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ