બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / 20 bank accounts of Nagdan Gadhvi and Vinod Sindhi have been frozen

મોટી કાર્યવાહી / ગુજરાતમાં પ્રથમ ઘટના : બુટલેગરોના 20 બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ, આર્થિક વ્યવહારો જોઈને પોલીસ પણ ચોંકી

Khyati

Last Updated: 10:54 AM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ઝડપાયેલા બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી સામે મોટી કાર્યવાહી

  • ગુજરાતમાં પ્રથમ વખત બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ
  • બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના બેંક એકાઉન્ટ ફ્રીઝ
  • બન્ને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ

ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. મહત્વનું છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા હતા જે બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને ગુજરાતમાં દારૂનુ નેટવર્ક ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો મળી આવી હતી.  આ બંનેના 20 બેંક એકાઉન્ટમાંથી 45 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે. 

ઓડિયો ક્લિપના આધારે ગુજરાતમાં દારૂના નેટવર્કની મળી વિગતો

સ્ટેટ મોનિટરીંગ સેલને નાગદાન ગઢવીના દારૂના નેટવર્કની વિગતો આપતી ઓડીયો ક્લીપ મળી આવી હતી. ઓડિયો ક્લિપને આધારે કાર્યવાહી કરતા  નાણાંકીય હેરફેર માટે ચોક્ક્સ આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.  આ અંગે નાગદાનની વધુ પૂછપરછ કરવામાં આવી પરંતુ તે  અનેક હકીકતો છૂપાવતો હોવાનું ધ્યાન પર આવતાં એફએસએલ દ્વારા તેના એલ.વી.એ.ટેસ્ટ કરવામાં આવશે.  

આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા

આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે તે નાગદાન અને વિનોદ સિંધી પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ મામલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ હાથ ધરશે. મહત્વનું છે કે  છ મહિના દરમિયાન નાગદાન ગઢવી દ્વારા 9 કરોડ અને  વિનોદ સિંધીએ 35 કરોડના વ્યવહાર કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર મામલે તેઓએ  વિદેશી દારૂનું વેચાણ કરવા માટે અન્ય ધંધાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે નાગદાન ગઢવી વિરૂદ્ધ IPC કલમ 465, 648, 471 અને 120 (બી) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.  આ ઉપરાંત નાગદાનની ડાયરીમાંથી દારૂના ધંધાને લગતી મહત્વની વિગતો પણ આવી સામે આવતા પોલીસે બંનેના એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ