બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2 Gujarati scientists ranked among top 2% scientists in the world

ગર્વ / વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં 2 ગુજરાતી સાયન્ટિસ્ટોને સ્થાન, જાણો કોણ છે ગાંધીનગરની IIPHના આ બે રિસર્ચર

Malay

Last Updated: 10:45 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના બે ટકા ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાને સ્થાન મળ્યું છે.

  • રાજ્યના 2 વૈજ્ઞાનિકોને મહત્વપૂર્ણ યાદીમાં સ્થાન 
  • અમેરિકાની સ્ટેનફોર્ડ  યુનિવર્સિટીની યાદીમાં સ્થાન 
  • પ્રો.દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાને સ્થાન 
  • વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં થયો સમાવેશ 

ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના જાણીતા સંશોધક પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના બે ટકા ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાને સ્થાન મળ્યું છે. બંને સંશોધકોને પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયન્સના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં ગુજરાતના બન્ને વૈજ્ઞાનિકોનો સમાવેશ થયો છે. 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની યાદી જાહેર
દર વર્ષે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના ટોચના બે ટકા સંશોધકો માટે તેમના સંશોધન પ્રકાશનોના આધારે પસંદગી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સ્ટાન્ડડૉઈઝડ સિટેશન ઈન્ડિકેટર્સની આધારે તૈયાર કરવામાં આવેલા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છા સ્થાન મળ્યું છે. પ્રોફેસર દિલીપ માવલંકરને રિસ્પેક્ટેડ ફિલ્ડમાં વિશ્વમાં 551મો રેન્ક મળ્યો છે. જ્યારે ડૉ.મહાવીર ગોલેચ્છાને મેડિકલ સાયન્સ ક્ષેત્રના વૈજ્ઞાનિકોમાં 351મો રેન્ક મળ્યો છે.

ડૉ.મહાવીર ગોલેચ્છાએ લંડનથી કર્યો છે અભ્યાસ
ડૉ.મહાવીર ગોલેચ્છાએ અલ્ઝાઈમર રોગ અને એપીલેપ્સી પરના ટોચના સંશોધન દ્વારા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યાગદાન આપ્યું છે. તેઓ હાલ ભારત સરકારના આબોહવા પરિવર્તન અને આરોગ્ય પરના પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારના સામાન્ય સમીક્ષા મિશનના સભ્ય છે, સાથે જ તેઓએ રાજ્ય સરકારના સંયુક્ત સમીક્ષા મિશનના પણ સભ્ય છે. તેઓએ એમ્સ દિલ્હી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને લંડન સ્કૂલ ઓફ હાઈજીનમાંથી અભ્યાસ કરેલો છે. 

કોવિડ-19 સમિતિના સભ્ય સચિવ છે દિલીપ માવલંકર 
દિલીપ માવલંકર ગાંધીનગર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચર પ્રોફેસર છે. તેમના દ્વારા પર્યાવરણીય જાહેર આરોગ્ય અને જાહેર આરોગ્ય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય કોવિડ-19 સમિતિના સભ્ય સચિવ પણ છે. તેઓએ અમદાવાદ અને જ્હોન હોપકિન્સ, યુએસએથી અભ્યાસ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ