બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / 1st July Rule change Bad quality shoes no longer distributed, HDFC merger, many more changes

તમારા કામનું / આજથી દેશમાં 5 મોટા ફેરફાર: હવેથી નહીં વહેંચાય ખરાબ ક્વોલિટીવાળા જૂતા-ચપ્પલ, HDFCનું થયું મર્જર, અન્ય પણ ઘણાં બદલાવ

Megha

Last Updated: 09:36 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જુલાઈ 2023થી ઘણા નાવ ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જો કે આ ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર બેંકિંગ સેક્ટર સાથે સંબંધિત છે.

  • દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થયા
  • જેમાં રસોડાથી લઈને તમારા બેંક ખાતાને લગતા ફેરફારોનો સમાવેશ થાય છે
  • HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર આજથી થઈ રહ્યું છે

આજથી જુલાઈ મહિનો શરૂ થયો છે અને દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થયા છે જેમાં રસોડાથી લઈને તમારા બેંક ખાતાને લગતા ફેરફારોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ ફેરફારો 1 જુલાઈ 2023થી લાગુ કરવામાં આવશે, તેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જો કે આ ફેરફારોમાંથી સૌથી મોટો ફેરફાર બેંકિંગ સેક્ટર સાથે સંબંધિત છે. હવે વાત એમ છે કે HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર આજથી થઈ રહ્યું છે જએની સીધી અસર ખાતાધારકો પર પણ પડશે. ચાલો જોઈએ આજે કયા કયા ફેરફારો થયા છે. 

LPG ની કિંમત 
તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરે છે અને તેની સીધી અસર સમગ્ર દેશમાં જોવા મળે છે. જો કે આ વખતે કંપનીઓએ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરી રહી હતી.

HDFC-HDFC બેંક મર્જર 
આજે 1 જુલાઈથી બેન્કિંગ સેક્ટરમાં વધુ એક મોટો બદલાવ આવ્યો છે. આ મર્જર પછી HDFC લિમિટેડની સેવાઓ બેંકની તમામ શાખાઓમાં ઉપલબ્ધ થશે એટલે કે HDFC બેંકની શાખામાં લોન, બેંકિંગ સહિત અન્ય તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે. HDFCનું આ મર્જર થયા પછી HDFC બેંક વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ મર્જર બાદ HDFC બેંક વિશ્વની ચોથી સૌથી મૂલ્યવાન બેંક બની જશે.

RBI ફ્લોટિંગ સેવિંગ બોન્ડ 
આજના સમયમાં રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD છે અને બધી બેંકો આના પર ગ્રાહકોને ઘણું વ્યાજ આપે છે. 1 જુલાઈ, 2023 થી ફ્લોટિંગ સેવિંગ બોન્ડ પર FD કરતાં વધુ સારું વ્યાજ મળશે. તેમ છતાં તેનો વ્યાજ દર નામની જેમ સ્થિર નથી અને તે સમય સમય પર બદલાતો રહે છે. હાલમાં 7.35 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે 1 જુલાઈથી વધારીને 8.05 ટકા કરવામાં આવ્યું છે.

બેંકોમાં કામ પર 15 દિવસનો બ્રેક 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જુલાઈ 2023 માં બેંક હોલીડેની યાદી બહાર પાડી છે. આ મહિને, દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો અથવા તહેવારોને કારણે બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. 

ખરાબ ક્વોલિટીવાળા જૂતા અને ચપ્પલ વેચવામાં આવશે નહીં 
કેન્દ્ર સરકારે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)ને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી છે, તે આજથી 1 જુલાઈથી લાગુ થવાનો છે. આ પછી, તમામ ફૂટવેર કંપનીઓ માટે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. એટલે કે આજથી સમગ્ર દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ