બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 17 patients blinded at Ramanand Trust Hospital, Mandal after cataract operation

લાલિયાવાડી / સારવારની આડઅસર: મોતિયાના ઓપરેશન બાદ માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 17 દર્દીઓને અંધાપો

Vishal Khamar

Last Updated: 01:53 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાંમાં આંખની સારવાર કરાવ્યા બાદ અચાનક જ દર્દીઓને અંધાપાની અસર થતા પીડીત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિકનિયામક દ્વારા તબીબો અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી ઓપરેશન નહી કરવાની સૂચના આપી હતી.

  • માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિવાદ
  • સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર
  • આરોગ્ય વિભાગના અધિક નિયામકની પ્રતિક્રિયા
  • "3 તારીખ પછીના ઓપરેશન અંગે કરીશું ચકાસણી

અમદાવાદનાં માંડલની રામાનંદ ટ્રસ્ટ સંચાલિક હોસ્પિટલ વિવાદમાં આવવા પામી છે. જેમાં આંખની સારવાર કરાવ્યા બાદ દર્દીઓને અંધાપાની અસર થવા પામી હતી. અંધાપાની અસર થતા પીડિત દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલનાં આંખ વિભાગમાં 5 દર્દીઓ સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષ દર્દીઓ (ઉ.વર્ષ.50) થી વધુ હોવાનું સામે આવ્યું છે. 

નવી સુચના ન મળે ત્યાં સુધી નહીં થાય ઓપરેશન
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ર્ડા. નિલમ પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર થઈ હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ 103 લોકોનાં ઓપરેશન થયા હતા. 3 તારીખ પછીનાં ઓપરેશન અંગે ચકાસણી કરીશું. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહી થાય તેમ જણાવ્યું હતુ. 

વધુ વાંચોઃ અંતે 108 ફૂટની અગરબત્તી કરાઇ પ્રજ્વલિત્ત, મહંત નૃત્યગોપાલદાસજી મહારાજની હાજરીમાં કરાયા શ્રીગણેશ

ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકાઃ જીલ્લા આરોગ્ય અધિકારી
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ છે. 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે. ત્યારે દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે. તપાસની એક ટીમ માંડલ ગામ ખાતે રવાના કરવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ