બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / 16 crore injection: Kinnar Samaj of Surat came to the aid of Dhairyaraj

હેલ્પ પ્લીઝ / 16 કરોડનું ઈન્જેક્શન: ધૈર્યરાજની મદદે આવ્યો સુરતનો કિન્નર સમાજ, જુઓ કેટલાં ભેગાં કર્યા

Shyam

Last Updated: 08:30 PM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૈર્યરાજસિંહ માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી  શરૂ કરી દીધી છે.

  • ધૈર્યરાજની મદદે કિન્નર સમાજ આગળ આવ્યો
  • પોતાના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી 
  • 65 હજાર જેટલી માતબર રકમ કરી ભેગી 

ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. તેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી  શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

તમામ કિન્નરો સમાજ માટે પોતાનું યોગદાન આપવાને પોતાની ફરજ સમજે છે. આજે કિન્નરો ધૈર્યરાજ માટે આગળ આવ્યા છે અને તેઓ લોકોને અપીલ પણ કરી રહ્યાં છે કે આ બાળકને નવજીવન આપવા માટે મદદ કરો.

ધૈર્યરાજ માટે સોનાની વીંટી આપી દીધી

ધૈર્યરાજ માટે દાનની સરવાણી ફૂટી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રસ્તા પર ઉતરી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી. આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ અને ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.

ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237 
IFSC CODE : YESB0CMSNOC 
NAME : DHAIRYARAJSINH RATHOD 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતા T-20 મેચ જોવા આવેલા દર્શકોએ પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું હતા. ધૈર્યરાજના વિસ્તાર લુણાવાડામાંથી આવેલા લોકોએ ફંડ એકત્રિકરણ કર્યું હતું. જે દરમિયાન માહિતી મળી છે કે, અત્યાર સુધી ધૈર્યરાજ માટે 4 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર થઈ ચૂક્યું છે. 

સાંસદ રતનસિંહ રાઠોડ આવ્યા વ્હારે

સાંસદ રતનસિંહ રાઠોડ વ્હારે આવ્યા છે. સાંસદ રતનસિંહ રાઠોડે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. PM અને CM રાહતફંડમાંથી આર્થિક મદદ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ધૈર્યરાજસિંહને ઇન્જેક્શન માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત છે.

મુસ્લિમ સમાજ આવ્યો આગળ

ગોધરાના બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે. મુસ્લિમ સમાજના યુવકો 16 કરોડ ફંડ એકત્ર કરવા ફંડ ઉઘરાવી રહ્યા છે. યુવકો દાન પેટી લઇ અને તમામ વેપારીઓને અપીલ કરી છે. યુવકે વેપારીઓ પાસેથી એક દિવસમાં 21 હજારનું ફંડ એકઠું કર્યું છે. બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે તમામ સમાજના લોકો આગળ આવી રહ્યા છે.

લોકગાયિકા દર્શના વ્યાસે કરી મદદ માટે અપીલ

ધૈર્યરાજસિંહની મદદે લોકગાયિકા આવી છે.લોકગાયિકા દર્શના વ્યાસે લોકોને ધૈર્યરાજને મદદ કરવા માટે અપીલ કરી છે. ધૈયરાજસિંહની મદદ માટે વીડિયો વાયરલ કર્યો છે. ગુજરાતની પ્રજાને 3 મહિનાના માસૂમની મદદ કરવા માટે અપીલ કરી છે. દર્શના વ્યાસે ગુજરાતની જનતાને દાન કરવા અપીલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ