બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / 15-year-old girl can marry the boy of her choice - High Court gives 'freedom' to minors

ન્યાયિક / 15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે- હાઈકોર્ટે સગીરાઓને આપી 'આઝાદી'

Hiralal

Last Updated: 05:37 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ હાઈકોર્ટે સગીરાઓને એક મોટી આઝાદી આપતા ચુકાદામાં જણાવ્યું કે 15 વર્ષની મુસ્લિમ છોકરી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી શકે.

  • ઝારખંડ હાઈકોર્ટે છોકરીઓને આપી આઝાદી
  • 15 વર્ષની મુસ્લિમ છોકરીને લગ્નની આપી છૂટ
  • પોતાની પસંદગીના છોકરા સાથે કરી શકે લગ્ન

દિલ્હી બાદ હવે ઝારખંડ હાઈકોર્ટે પણ સગીરાઓને તેમની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છૂટ આપી છે. ઝારખંડ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 15 વર્ષની મુસ્લિમ યુવતી પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. હાઈકોર્ટે પર્સનલ લો બોર્ડને ટાંકીને આ નિર્ણય આપ્યો હતો. વાસ્તવમાં ઝારખંડ હાઈકોર્ટ એક પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. બાળકીના પિતાએ બિહારના નવાદા જિલ્લાના રહેવાસી મોહમ્મદ સોનુ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તેમણે સોનુ પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેમની દીકરીને લાલચ આપીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદ સોનુએ આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારી હતી. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 15 વર્ષની છોકરી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી.

કોર્ટના નિર્ણય બાદ પિતાએ પણ આપી સંમતિ 
હાઈકોર્ટના નિર્ણય બાદ સગીરાના પિતાએ પણ પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તેમને તેમની પુત્રીના લગ્ન સામે કોઈ વાંધો નથી. તેમને થોડી ગેરસમજ થઈ હતી. આ ગેરસમજને કારણે તેણે એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ હવે બધું બરાબર છે.

દિલ્હી હાઈકોર્ટ પણ કહી ચૂકી છે- 15 વર્ષની છોકરી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી શકે 
ઉલ્લેખનીય છે કે દેશમાં બીજી હાઈકોર્ટે આ પ્રકારનો ચુકાદો આપ્યો છે. એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ અગાઉ પોતાનો ચુકાદો આપી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી, છોકરી પોતાની મરજીથી કોઈની સાથે લગ્ન કરી શકે છે. જસ્ટિસ જસમીત સિંહની અધ્યક્ષતાવાળી બેંચે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરનાર મુસ્લિમ દંપતીને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. આ દંપતીએ આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યા હતા. ઓગસ્ટ 2022માં દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ