બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 15-day lockdown must to break deadly chain of transmission: Experts

મહામારી / કોરોનાની ઘાતક લહેરને રોકવા માટે દેશમાં આટલા દિવસનું લૉકડાઉન તો કરવું જ પડશે : નિષ્ણાતો

Hiralal

Last Updated: 08:53 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચાલી રહેલી કોરોનાની બીજી ઘાતક લહેરને રોકવા માટે ઓછામાં ઓછું 15 દિવસનું નેશનલ લોકડાઉનની જરુર છે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.

  • કોરોનાની બીજી લહેર અટકાવવાનો આવ્યો સૌથી મોટો ઉપાય
  • ઓછામાં ઓછું 15 દિવસનું લોકડાઉન જરુરી
  • લોકડાઉન નહીં લગાડાય તો પરિસ્થિતિ બેકાબૂ બનશે તેવી પૂરી સંભાવના 


ફોર્સિસ હોસ્પિટલના ક્લિનિકલ હેમેટોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડો.રાહુલ ભાર્ગવે જણાવ્યું કે હાલમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઠસોઠસ ભરાઈ ચૂકી છે અને લોકો ટપોટપ મરી રહ્યાં છે. કેટલાક ઠેકાણે અછતને કારણે રસીકરણ પણ અટકાવી દેવાયું છે. આ એક ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેથી એક નેશનલ લોકડાઉનની જરુર છે. 

ઓછામાં ઓછા 15 દિવસના લોકડાઉનનની તાતી જરુર

ડો.ભાગર્વે જણાવ્યું કે આ રીતે આપણે કોરોનાની ઘાતક સાંકળને તોડી શકીશું અને વધારેમાં વધારે લોકોનું રસીકરણ કરી શકીશું. જો આપણે ટૂંકા ગાળાનું કોઈ લોકડાઉનનું આયોજન નહીં કરીએ તો હોસ્પિટલોમાં પગ મૂકવાની જગ્યા નહીં બચે. દર્દીઓને બેડ અને જરુરી સેવાઓ પણ નહી મળે. તેમણે કહ્યું કે આપણે ઓછામાં ઓછા 15 દિવસના લોકડાઉનની તો જરુર છે. જરુરી નથી કે 15 દિવસનું આ નવું લોકડાઉન ગયા વર્ષના લોકડાઉન જેટલું કડક હોય પરંતુ તેનો યોગ્ય રીતે અમલ કરાવવાની તાતી જરુર છે. 

અમરાવતીમાં સાત દિવસનું લોકડાઉન સફળ રહ્યું

બીજા કેટલાક નિષ્ણાંતોએ અમરાવતી લોકડાઉનનું પણ ઉદાહરણ આપ્યું. તેઓ જણાવી રહ્યાં છે જેવી રીતે કોરોનાની ઘાતક ચેઈનને તોડવા માટે અમરાવતીમાં સાત દિવસનું લોકડાઉન જાહેર કરાયું તેવું જ લોકડાઉન આખા દેશમાં લાગુ પાડવાની જરુર છે. 

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન અત્યંત જરુરી 

મેદાંતા હોસ્પિટલના ચેપી રોગના નિષ્ણાંત ડોક્ટર નેહા ગુપ્તાએ જણાવ્યું કે હાલની કટોકટીની ઘડીએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકાઈથી પાલન કરાવવાની જરુર છે જેને કારણએ ઓવરલોડ થયેલી હેલ્થકેર સેવાઓનું ભારણ ઘટાડવામાં મદદ મળશે. હોસ્પિટલોમાં બેડની અછત છે તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. 

પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા 

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફ્તાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.

24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા

વર્લ્ડોમીટર અનુસાર ગત 24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.38 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 1 હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક 1, 72, 115 થઈ ગઈ છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે.કોરોના પર કાબુ મેળવવા માટે મહારાષ્ટ્રમાં આજ રાત 8 વાગ્યાથી કડક નિયમો લાગૂ થશે. મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેન નામનુ અભિયાન હેઠળ 15 દિવસ સુધી કલમ 144 લાગૂ રહેશે. આ દરમિયાન ફક્ત જરુરી સેવાઓ માટે ઘરની બહાર નિકળી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ