બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 110 km speed train overturned the bike, saved life by just 5 seconds at the gate

શૉકિંગ / VIDEO: 110 kmની સ્પીડે ટ્રેને બાઇક ઉડાવી, ફાટક પર બસ 5 જ સેકન્ડથી બચ્યો જીવ, વીડિયો જોઈ હેબતાઈ જશો

Priyakant

Last Updated: 02:46 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જો વ્યક્તિ બાઇક છોડીને ત્યાંથી જતો ન હોત તો તે પણ ટ્રેનની અડફેટે આવી ગયો હોત

  • ઉત્તર પ્રદેશના ઇટાવાના એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ 
  • રેલવે ફાટક પાસે બાઇક ફસાઈ અને ટ્રેન આવી જતાં યુવકનો આબાદ બચાવ 
  • 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહેલી ટ્રેનની અડફેટે બાઈકના ફુરચે-ફુરચા ઊડી ગયા 

સોશિયલ મીડિયામાં અવાર-નવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જોકે હાલમાં ઉત્તર પ્રદેશના ઇટાવાથી એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. જે અત્યંત ચોંકાવનારો વિડીયો છે.  આ વિડીયોમાં એક બાઇક સવાર ટ્રેનની નીચે આવતા માંડ બચ્યો હતો. જોકે તેની બાઇક ટ્રેનની અડફેટે આવી જતાં ફંગોળાઇ ગઇ હતી. 

વિગતો મુજબ 26 ઓગસ્ટના રોજ ઝારખંડ સ્વર્ણ જયંતિ એક્સપ્રેસ હટિયાથી બિહાર જઈ રહી હતી. ત્યારે રેલવે ફાટક પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટના રામનગર રેલવે ફાટક પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાઇક સવાર પોતાનો જીવ બચાવવા માટે બાઇકને ટ્રેક પર છોડી ગયો હતો. ટ્રેન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી. 

ઘટના સ્થળે હાજર અને વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ જો વ્યક્તિ બાઇક છોડીને ત્યાંથી જતો ન હોત તો તે પણ ટ્રેનની અડફેટે આવી ગયો હોત. આ સિવાય અન્ય ઘણા લોકો પણ તે દરમ્યાન રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા. દૂરથી ટ્રેન આવતી જોઈને બધા લોકો ત્યાંથી પાછા હટી ગયા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સામાન્ય રીતે લોકો રેલવે ક્રોસિંગ પર આ પ્રકારનું જોખમ ઉઠાવે છે, જેના કારણે અકસ્માતનો ખતરો રહે છે.  આ સમયે બાઇક ટ્રેન સાથે અથડાતાની સાથે જ ડ્રાઇવરે ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. ત્યારપછી તરત જ રેલવે અધિકારીઓને આ દુર્ઘટના વિશે જાણ કરી. માહિતી મળતા જ આરપીએફ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેનના એન્જિનમાં ફસાઈ ગયેલા બાઇકના ટુકડા બહાર કાઢવામાં આવ્યા હતા. પછી ટ્રેન આગળ જવા રવાના થઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ