બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / 11 people died during Ganesh Visharan: Four siblings drowned in UP, tragedy in Haryana too

દુ:ખદ / ગણેશ વિસર્જન દરમ્યાન 11 લોકોના મોત: યુપીમાં ચાર ભાઈ-બહેન ડૂબ્યાં તો હરિયાણામાં પણ કરુણાંતિકા

Priyakant

Last Updated: 08:17 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા

  • ગણેશ વિસર્જન દરમ્યાન ઉત્તરપ્રદેશમાં ચાર ભાઈ-બહેન ડૂબ્યાં 
  • હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત  
  • સોનીપતમાં બે યુવકો યમુના નદીમાં તો ઉન્નાવ અને સંત કબીર નગરમાં ડૂબી જવાથી 7 લોકોના મોત  

ગણેશ વિસર્જન દરમ્યાન હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. જોકે આ દરમ્યાન અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં કેનાલમાં ડૂબી જવાથી ચાર યુવકોના મોત થયા છે. આ સાથે સોનીપત જિલ્લામાં, મૂર્તિ વિસર્જન દરમ્યાન બે યુવકો યમુના નદીમાં ધોવાઈ ગયા હતા. યુપીના ઉન્નાવ અને સંત કબીર નગરમાં ડૂબી જવાથી 7 લોકોના મોત થયા છે.

હરિયાણાના મહેન્દ્રગઢમાં બનેલી ઘટના અંગે સિવિલ સર્જન ડૉ.અશોક કુમારે જણાવ્યું હતું કે, 4 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મહેન્દ્રગઢમાં સાત ફૂટની મૂર્તિ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી. આ દરમ્યાન પાણીના જોરદાર પ્રવાહમાં 9 યુવકો તણાઈ ગયા હતા. જિલ્લા પ્રશાસને NDRFની મદદ લીધી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમ્યાન ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હરિયાણાના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું 

આ તરફ રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કર્યું, “મહેન્દ્રગઢ અને સોનીપત જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમ્યાન ડૂબી જવાથી ઘણા લોકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. ખટ્ટરે ટ્વીટ કર્યું, "આ મુશ્કેલ સમયમાં અમે બધા મૃતકોના પરિવારજનો સાથે ઉભા છીએ. NDRFની ટીમે ઘણા લોકોને ડૂબતા બચાવ્યા છે, હું તેઓના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."

ઉત્તર પ્રદેશના સંતકબીર નગરમાં 4 બાળકોના મોત

આ તરફ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં મૂર્તિ વિસર્જન જોવા ગયેલા ચાર બાળકોના અમી નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. ઘટના ખલીલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર કથાર ગામની છે. પોલીસે માછીમારોની મદદથી નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસ અધિક્ષક સોનમ કુમારે જણાવ્યું કે, ચાર બાળકો પૂફિયા (6), અજીત (6), રૂબી (8) અને દીપાલી (11) નિમજ્જન જોવા ગયા હતા.

ઉન્નાવમાં બે સગીર સહિત 3ના મોત 

આ સાથે યુપીના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમ્યાન ગંગા નદીમાં નહાવાને કારણે બે સગીર છોકરાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સફીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરિયાર ગામની છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (સદર) અંકિત શુક્લાએ જણાવ્યું હતું કે,  નદીમાં ગયેલા માખી ગામના સગીર સહિત પાંચ લોકો જોરદાર કરંટથી વહી ગયા હતા. ત્યાં હાજર લોકોએ તેમને બચાવ્યા, પરંતુ બે લવકેશ સિંહ (18), પ્રશાંત સિંહ (16)નું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય એક છોકરા વિશાલ (15)નું હોસ્પિટલમાં મોત થયું. અન્ય બેની હાલત સ્થિર છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ