10th class girl falls in love while playing online game minor travels 2400 km to meet boyfriend
OMG /
ઓનલાઈન ગેમના ચક્કરમાં 10માં ધોરણની વિદ્યાર્થિનીને થઈ ગયો પ્રેમ, બોયફ્રેન્ડને મળવા 2400 કિમી દૂર પહોંચી સગીરા
Team VTV12:22 PM, 02 Feb 23
| Updated: 01:06 PM, 02 Feb 23
ઓનલાઈન ગેમ રમતી વખતે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની એક સગીર વિદ્યાર્થિનીને યુપીના યુવક સાથે પ્રેમ થઈ ગયો જ્યાર બાદ તે સમુદ્ર પાર કરીને પ્રેમીને મળવા પહોંચી હતી. તેની પાછળ અંડમાનની પોલીસ પણ યુપી પહોંચી ગઈ અને બંન્નેની શોધ શરૂ કરી.
અંડમાનની વિદ્યાર્થીનીને થયો યુપીના યુવક સાથે પ્રેમ
પ્રેમીને મળવા સાત સમુદ્ર પાર આવી વિદ્યાર્થિની
ઓનલાઈન ગેમ રમતા થયો પ્રેમ
ઓનલાઈન ગેમ યુવાનો વચ્ચે કેટલી લોકપ્રિય છે એ તો બધા જાણે જ છે. પરંતુ આ ગેમે એક સગીરાને પ્રેમના ચક્કરમાં એ રીતે ફસાવી લીધી કે તેના પ્રેમીને મળવા માટે અંડમાનથી યુપીના બરેલી પહોંચી ગઈ. જણાવી દઈએ કે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહથી બરેલીની દૂરી લગભગ 2400 કિમી છે.
બોયફ્રેન્ડને મળવા બરેલી પહોંચી સગીરા
બરેલીના ફરીદપુર વિસ્તારમાં રહેતા એક 21 વર્ષના એક યુવકને મળવા માટે દેશના છેલ્લા ખૂણા અંડમાન નિકોબારની રહેવાસી દસમા ધોરણની સગીર વિદ્યાર્થિની પહોંચી હતી. બોયફ્રેન્ડને મળવા માટે વિદ્યાર્થિની બરેલી પહોંચી તો ત્યાની પોલીસ ટીમ વિદ્યાર્થિનીની શોધમાં યુપી પહોંચી હતી. અંડમાન પોલીસ પણ પાછલા ઘણા દિવસોથી ત્યાં વિદ્યાર્થિનીની શોધ કરી રહી હતી.
ફોન ટ્રેસિંગના આધારે મળી જાણ
જોકે પોલીસે મોબાઈલ ફોન ટ્રેસિંગના આધાર પર યુવક અને યુવતીને શોધી કાઢ્યા. જેવી આ વાત બરેલીના પોલીસ અધિકારીઓને ખબર પડી તો હડકંપ મચી ગયો. હવે પોલીસ ટીમ વિદ્યાર્થીને પોતાની સાથે અંડમાન લઈ જઈ રહી છે.
ગેમ રમતી વખતે થયો પ્રેમ
બરેલી પહોંચેલી 10માં ધોરણની વિદ્યાર્થિનીએ પોલીસ પુછપરછમાં જણાવ્યું કે થોડા સમય પહેલા ઓનલાઈન ગેમ રમતી વખતે ફરીદપુરના યુવક સાથે તેની સારી મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. હવે પોતાના પ્રેમીને મળવા માટે 10માં ધોરણની વિદ્યાર્થિની કોઈને જણાવ્યા વગર જ પોતાના પ્રેમીને મળવા માટે આટલે દૂર પહોંચી.
મોબાઈલ ફોનથી પોલીસને થઈ જાણ
જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીની શોધમાં અંડમાન નિકોબાર પોલીસ ટીમ પણ વિદ્યાર્થિનીની પાછળ બરેલી પહોંચી. 3 દિવસોથી પોલીસ ટીમ બરેલીમાં જ વિદ્યાર્થિનીની શોધ કરી રહી હતી.
વિદ્યાર્થિનીના મોબાઈલ ફોનના લોકેશનની મદદથી પોલીસે તેને શોધી. જ્યાર બાદ અંડમાન નિકોબાર પોલીસ ટીમ અને બરેલી પોલીસ ટીમની વિભાગીય કાર્યવાહી હેઠળ વિદ્યાર્થી અને યુવકની પુછપરછ કરવામાં આવી.