બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

VTV / વિશ્વ / 100 people returning from marriage drowned, died after boat overturned in the river

મોટી દુર્ઘટના / લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં હોડી પલટી મારતા મોત, જાણો ક્યાં

Priyakant

Last Updated: 08:19 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nigeria Accident News: લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ, મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા

  • આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક ભયાનક અકસ્માત
  • લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી 
  • અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા

આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. સોમવારે સવારે થયેલા આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે, પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે. 

ઉત્તરી નાઈજીરિયાના નાઈજર રાજ્યના એગબોટી ગામમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બોટમાં સવાર લોકો પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે, લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. 

સવારે 3 વાગ્યે અકસ્માત અને કલાકો પછી મદદ પહોંચી
હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. અને ઘણા લોકો તેમની સાથે બાઇક પણ લઇ જતા હતા. આ દુર્ઘટના સવારે 3 વાગ્યે બની હતી, જેથી પીડિતો સુધી મદદ પહોંચી શકી ન હતી. લોકોને આ ઘટનાની ઘણા સમય પછી ખબર પડી.

સૌથી મોટી નદીઓમાં નાઈજરનો સમાવેશ
ઘટનાના બીજા દિવસે મંગળવારે વહીવટી અધિકારીઓએ અહીં લોકોની શોધખોળ હાથ ધરી હતી. આ કામમાં સ્થાનિક લોકોએ પણ તેમની મદદ કરી હતી. મહત્વનું છે કે, નાઇજર નદી નાઇજીરિયાની સૌથી મોટી નદીઓમાંની એક છે. આ નદી પશ્ચિમ આફ્રિકાની મુખ્ય નદી ગિનીમાંથી થઈને નાઈજીરિયાના નાઈજર ડેલ્ટામાં જાય છે. તે એક મુખ્ય વેપાર માર્ગ છે. 

આફ્રિકાના સૌથી ગરીબ દેશોમાં નાઈજીરિયાની ગણતરી થાય છે. તેથી અહીં બોટ દ્વારા પરિવહન સામાન્ય છે. એટલું જ નહીં ખરાબ રસ્તાઓને કારણે અહીં માલસામાનની હેરફેર પણ બોટ દ્વારા થાય છે. નાઇજીરીયામાં લાંબા અંતરની મુસાફરી માટે સ્થાનિક રીતે બનાવેલી બોટ અથવા નાના જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગના અકસ્માતો ઓવરલોડિંગ અને જાળવણી પર ધ્યાન ન આપવાના કારણે થાય છે. 

નાઈજીરિયામાં દરરોજ થાય છે આવા અકસ્માતો 
તમને જણાવી દઈએ કે, ગયા મહિને ઉત્તર પશ્ચિમ નાઈજીરિયાના સોકોટો રાજ્યમાં નદીમાં બોટ પલટી જતાં 15 બાળકો ડૂબી ગયા હતા. અગાઉ 2022માં અનામ્બ્રા રાજ્યમાં પૂરના કારણે વહેતી નદીમાં બોટ પલટી જતાં 76 લોકોના મોત થયા હતા. મે 2021માં કેબી અને નાઇજર રાજ્યો વચ્ચે મુસાફરી કરતી વખતે લોકોને બજારમાં લઈ જતી બોટ તૂટી પડી હતી. આ અકસ્માતમાં માત્ર 20 લોકોના જ જીવ બચી શક્યા હતા, જ્યારે 150થી વધુ લોકો ગુમ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ