બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / 10 to 12 officials were missing during the surprise visit of the Agriculture Minister, an important order was given

ગાંધીનગર / કૃષિમંત્રીની સરપ્રાઇઝ વિઝીટ વખતે જ 10થી 12 અધિકારીઓ ગાયબ, આપ્યો મહત્વનો આદેશ

Vishal Khamar

Last Updated: 04:16 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે બીજા દિવસે ઓચિંતી કૃષિ વિભાગમાં સરપ્રાઈઝ વીઝીટ કરી હતી. ત્યારે કચેરીમાં 3 કચેરીની મુલાકાતમાં 10 થી 12 અધિકારીઓ ગેરહાજર મળ્યા હતા.

  • ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામક કચેરીમાં કૃષિમંત્રીએ કરી મુલાકાત
  • બાગાયત નિયામક અને બીજ નિગમની ઓફીસમાં પણ સરપ્રાઈઝ વિઝીટ
  • 3 કચેરીની મુલાકાતમા 10થી 12 અધિકારી ગેરહાજર મળ્યા

 સરકારી કચેરીઓમાં ચાલતી કામગીરી તેમજ અધિકારી, કર્મચારીઓ સમયસર આવે છે કે નહી તે જાણવા માટે તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે બીજી વખતા મંત્રીએ ઓચિંતી વિભાગોની સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે કૃષિ મંત્રીની સરપ્રાઈઝ વિઝીટમાં કેટલાક કર્મીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. 

રજા પરના કર્મીઓનો રજા રિપોર્ટ રજૂ કરવા કૃષિ મંત્રીનો આદેશ
3 કચેરીની મુલાકાતમાં 10 થી 12 અધિકારીઓ ગેરહાજર મળ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીએ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. રજા પરના કર્મીઓનો રજા રિપોર્ટ પણ રજૂ કરવા કૃષિ મંત્રીએ આદેશ કર્યો છે. ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામક કચેરીમાં કૃષિમંત્રીએ મુલાકાત કરી હતી. બાગાયત નિયામક અને બીજ નિગમની ઓફીસમાં પણ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. ત્યારે કર્મચારીઓની હાજરી, ગેરહાજરી કર્મીનાં મુદ્દે કૃષિમંત્રી આકરા બન્યા હતા.

સરકારી બાબુઓ સમયસર કચેરીએ આવશે કે કેમ તે લોકોમાં ચર્ચાતો પ્રશ્ન
કૃષિમંત્રી દ્વારા અચાનક કચેરીઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફટાડ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, કૃષિ મંત્રી દ્વારા કરાયેલ સરપ્રાઈઝ વીઝીટથી શું સરકારી બાબુઓ સમયસર કચેરીએ આવશે કે તેમ તે એક પ્રશ્ન છે? 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ