બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / Yuvraj Singh Arrives in VMC with Big Allegation of Recruitment Of Multipurpose Health Worker

રજૂઆત / યુવરાજસિંહના મોટા આક્ષેપઃ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીને લઇને પહોંચ્યા વડોદરા કોર્પોરેશન, જાણો શું છે મામલો

ParthB

Last Updated: 03:42 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવરાજસિંહ જાડેજા આજે ભરતીમાં વિસંગતતા મામલે વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત માટે પહોંચ્યા હતા.

  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વડોદરા કોર્પોરેશન પહોચ્યા
  • મલ્ટીપર્પઝની ભરતીમાં વિસંગતતા મામલે કરી રજુઆત
  • વડોદરામાં અગાઉ ઓનલાઇન પરીક્ષામાં ધાંધલીઓ થઈ હતી

યુવરાજસિંહ જાડેજા આજે ભરતીમાં વિસંગતતા મામલે વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત માટે પહોંચ્યા હતા.જ્યાં તેમને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં વિસંગતતા મામલે રજૂઆત કરી હતી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 641 કર્મચારીની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં વય મર્યાદા 33 વર્ષની જગ્યાએ 28 વર્ષની રખાતા યુવરાજસિંહ દ્વારા વયમર્યાદા વધારવા રજૂઆત કરાઈ હતી. 

જુનિયર ક્લાર્કની અગાઉની ભરતીમાં વિસંગતતા હતી 

આ સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 552 જેટલી જુનિયર ક્લાર્કની ભરતીમાં પણ વિસંગતતા હોવાનો આક્ષેપ તેમને લગાવ્યો હતો. જેમાં ગ્રેજ્યુએશનમાં મિનિમમ 50 ટકાની લાયકત રાખવામાં આવી હતી. તેથી યુવરાજસિંહ આ મામલે પણ રજૂઆત કરી હતી. 

યોગ્ય પગલા નહી ભરાય તો પ્રદર્શનની ચિમકી

યુવરાજસિંહે વડોદરામાં ઉર્જા વિભાગની ઓનલાઈન પરિક્ષામાં પણ ધાંધલી થઈ હોવાનો આક્ષેપ મુકી કાર્યવાહી કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યુ છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શનની ચીમકી પણ તેમને ઉચ્ચારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ