ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ.
રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ
રવિ શાસ્ત્રીએ કહ્યુ આજના સમયમાં શક્ય નથી કે આટલા દિવસ તૈયારી માટે મળી શકે
કોચ રાહુલ દ્રવિડે વ્યસ્ત શેડ્યુલ પર આપ્યુ નિવેદન
Ravi Shastri Targeted Rohit Sharma And Team: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ ટીમની તૈયારીનો અભાવ જણાવવામાં આવી રહ્યું છે. ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ. ભારતીય ટીમના પૂર્વ ચીફ રવિ શાસ્ત્રીએ તેમના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે આ તમામ બાબતો ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે તેઓએ શું પસંદ કરવાનું છે.
WTC ફાઈનલમાં હાર બાદ સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આજના સમયમાં એવું બિલકુલ થવાનું નથી કે તમે કોઈ શ્રેણીની તૈયારીમાં 20 થી 21 દિવસનો સમય લઈ શકો. આ છેલ્લી વખત વર્ષ 2021માં જોવા મળ્યું હતું, જ્યારે ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 3 અઠવાડિયા અગાઉથી તૈયારી શરૂ કરી હતી. તેનો અમને ફાયદો પણ થયો અને અમે તે શ્રેણીમાં 2-1થી આગળ રહ્યા હતા.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે આવું થઈ શકે છે કારણ કે તે સમયે IPL કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ કારણે અમે નક્કી સમય પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. આજના સમય પ્રમાણે જીવવાનું છે. જો આપણે આવી ફાઈનલ મેચો માટે 20 દિવસ પહેલા તૈયારી કરશું તો આઈપીએલ છોડવી પડશે. પરંતુ આ તમામ બાબતો ખેલાડીઓ પર નિર્ભર છે. આ અંગે કોણે નિર્ણય લેવાનો છે.
કોચ રાહુલ દ્રવિડે વ્યસ્ત શેડ્યુલ પર આપ્યુ નિવેદન
ટીમ ઈન્ડિયાની હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ વ્યસ્ત કાર્યક્રમને આ હારનું મુખ્ય કારણ જણાવ્યું હતું. દ્રવિડના મતે, જો ટીમ અહીં પ્રેક્ટિસ મેચ રમવા માટે ત્રણ અઠવાડિયા પહેલા આવી હોત તો તૈયારી સારી થઈ શકી હોત. પરંતુ અમે તે કરી શક્યા નહીં. જોકે, હું આ હાર અંગે કોઈ બહાનું કે ફરિયાદ કરી રહ્યો નથી.