રહાણેની ટીમમાં વાપસી થઈ છે અને દરેક મેચમાં તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે તો 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો
સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે
ICC WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહત્વની વાત એ છે કે અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે અને દરેક મેચમાં તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે. એવામાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ખૂબ સારું પ્રદર્શન કરનાર 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, ચાલો જાણીએ કોણ છે તે ખેલાડીઓ...
સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બતાવ્યો બહારનો રસ્તો
નોંધનીય છે કે T20માં નંબર વન સૂર્યકુમાર યાદવ વનડે અને ટેસ્ટમાં રન માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરની સીરિઝમાં સતત 3 વનડેમાં સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલી શક્યો ન હતો. નોંધનીય છે કે તેને નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું પણ તે પછી તેને અન્ય મેચોમાં તક મળી ન હતી.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં રિએન્ટ્રી કરી હતી અને ત્યાં તેને મેચમાં 8 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રાખવામાં આવ્યો હતો પણ પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એવામાં તે હવે ટીમનો ભાગ નથી.
ઈશાન કિશન
બાંગ્લાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા બાદ ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તેને તક મળી ન હતી. આ રીતે તેને રમ્યા વગર જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
શ્રેયસ ઐયર
બીજી તરફ શ્રેયસ ઐય્યરે પીઠની સર્જરી કરાવી છે. આ જ કારણસર તે IPLમાં રમી શક્યો નથી. તે WTC ફાઈનલ સુધી ફિટ થશે નહીં.