બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World No. 1 T20 player out of Big Bash League, a big blow to the team, who is this legendary player

ક્રિકેટ / બિગ બેશ લીગમાંથી વર્લ્ડ નંબર-1 T20 પ્લેયર OUT થતા ટીમને લાગ્યો મોટો ઝટકો, કોણ છે આ દિગ્ગજ ખેલાડી

Megha

Last Updated: 12:44 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાશિદ ખાન બિગ બેશ લીગની આગામી સિઝનમાં રમતા નહીં જોવા મળે, રાશિદ છેલ્લે અફઘાનિસ્તાન તરફથી ODI વર્લ્ડ કપમાં રમ્યો હતો જેમાં તેને કુલ 11 વિકેટ લીધી હતી.

  • રાશિદ ખાન બિગ બેશ લીગની આગામી સિઝનમાં રમતા નહીં જોવા મળે 
  • રાશિદને પીઠમાં ઈજા થઈ છે, જેના કારણે તેને સર્જરી કરાવવી પડશે
  • રાશિદના સ્થાને કોણ આવશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી 

અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાન બિગ બેશ લીગની આગામી સિઝનમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમતા જોવા મળશે નહીં. પીઠની ઈજાને કારણે રાશિદ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. રાશિદને પીઠની મામૂલી સર્જરી કરાવવાની છે, જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. સ્ટ્રાઈકર્સે ગુરુવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. જોકે, હાલમાં સ્ટ્રાઈકર્સે રાશિદની બદલી અંગે કોઈ જાહેરાત કરી નથી.

સ્ટ્રાઈકર્સના ક્રિકેટના જનરલ મેનેજર ટિમ નીલ્સને કહ્યું: “રશીદ સ્ટ્રાઈકર્સના ખૂબ જ પ્રિય સભ્ય છે અને ચાહકોને તે ખૂબ પસંદ કરે છે. તે સાત વર્ષથી અમારી ટીમનો મહત્વનો સભ્ય છે. આ કારણથી આ સિઝનમાં તેને ઘણી મિસ કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે રાશીદને BBLમાં રમવાનું કેટલું પસંદ છે અને તેની લાંબા ગાળાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તેની ઈજાની સારવાર કરવી મહત્વપૂર્ણ છે."

રાશિદ છેલ્લે અફઘાનિસ્તાન તરફથી આ મહિનાની શરૂઆતમાં ODI વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી મેચ સુધી પણ સેમીફાઈનલની રેસમાં હતી. રાશિદે આ ટૂર્નામેન્ટમાં કુલ 11 વિકેટ લીધી, જે અફઘાનિસ્તાન માટે કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે.

સ્ટ્રાઈકર્સે હજુ સુધી રાશિદના સ્થાને કોણ આવશે તેની જાહેરાત કરી નથી પરંતુ નીલ્સને કહ્યું કે મેનેજમેન્ટ વિકલ્પો પર વિચાર કરશે અને નિર્ણય લેશે. ટીમે જણાવ્યું છે કે તેઓ ભવિષ્યની સીઝન માટે રાશિદને જાળવી રાખશે.

રાશિદ 2017થી BBLમાં ભાગ લઈ રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 69 મેચમાં 17.51ની એવરેજ અને 6.44ની ઈકોનોમીથી 98 વિકેટ લીધી છે. રશીદ આગામી BBL સિઝનમાંથી ખસી જનાર બીજો વિદેશી ખેલાડી બન્યો છે. મેલબોર્ન સ્ટાર્સના અંગ્રેજ ખેલાડી હેરી બ્રુકે આ મહિનાની શરૂઆતમાં તેના વર્કલોડને સંચાલિત કરવા માટે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ