બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / World Hepatitis Day is celebrated on 28 July every year

Hepatitis Day / આજે વર્લ્ડ હેપેટાઈટિસ દિવસ: જાણો તેના 5 પ્રકાર, લક્ષણ અને કારણ, જેથી સાચો ઈલાજ તમારા લીવરને બચાવી લે

Kishor

Last Updated: 08:53 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીવરને લગતા હીપેટાઈટીસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદેશથી દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવાય છે વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવાય છે.

  • દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવાય છે વિશ્વ હિપેટાઇટિસ દિવસ 
  • લોકોને જાગૃત કરવાના ઉદેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી
  • લીવર સબંધિત છે એ ગંભીર હીપેટાઈટીસ રોગ 

દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હીપેટાઈટીસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લીવરએ લોહીમાંથી ઝેરી તત્વોને સાફ કરવાની સાથે ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. જોકે આ રોગનો ભોગ બનેલા લોકોના લીવરમાં બળતરા સાથે લીવર ખરાબ સ્થિતિમાં બની જાય છે. આ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જેની સારવાર સામાન્ય દર્દીઓ માટે પણ ખૂબ ખર્ચાળ છે. ત્યારે આ રોગથી બચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

તમારા રસોડામાં રહેલા વાસણોથી પણ થઈ શકે છે કેન્સર, સ્ટડીમાં થયો ચોંકાવનારો  ખુલાસો | study says utensils in your kitchen can also cause liver cancer  know more

દર વર્ષે લગભગ 1.4 મિલિયન લોકો હેપેટાઈટીસ A થી પીડિત છે

લિવર સાથે સંકળાયેલ આ રોગના ચેપને કારણે લીવરમાં સોજો આવે છે. આ ગંભીર સમસ્યા બની રહી છે, જેના કારણે દર વર્ષે મૃત્યુની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 1.4 મિલિયન લોકો હેપેટાઈટીસ A થી પીડિત છે. શિકાર બનેલા લોકોના લીવરમાં સોજા આવી જાય છે અને વાયરલ ચેપને કારણે લોકો આ રોગના ભરડામાં આવી જતા હોવાનું તબીબો દવો કરે છે. મહત્વનું છે કે હેપેટાઈટીસમાં 5 પ્રકારના વાયરસ હોય છે, જેમ કે- A, B, C, D અને E. એમ પ્રકાર છે. આ રોગનું જોખમ ઘટાડવા માટે જન્મતાની સાથે જ બાળકને રસી આપવી જોઈએ.

જો તમે પણ લિવરને રાખવા માંગો છો હેલ્ધી, તો લાઇફસ્ટાઇલથી લઇને ડાયટમાં લાવો આ  બદલાવ | health to keep liver healthy make these changes in lifestyle and  diet


આ રહ્યા લક્ષણો!

રોગ થવા પાછળના કારણની જો વાત કરીએ તો વાયરલ ઇન્ફેક્શનથી થતી આ બીમારી અનેક કારણોને લીધે વકરી શકે છે. જેમાં હેપેટાઇટિસ દૂષિત ખોરાક અને પાણીના લીધે થાય છે. વધુમાં સંક્રમિત વ્યક્તિના ઈન્જેકશન ના ઉપયોગથી પણ આ જોખમ વધી શકે છે. તથા ભોગગ્રસ્તના લોહીના સંક્રમણમાં આવવાથી પણ આ રોગ વકરી શકે છે. લક્ષણોની વાત કરીએ તો હંમેશા થાક લાગવો ઉપરાંત ત્વચાનો રંગ પોળો પડવો! તથા આંખોનો સફેદ ભાગ પણ પીળો પડવો, ઉલટી થવા તથા ભૂખ ન લાગવા સહિત અનેક સમસ્યા જાગે છે.


આ ઉપરાંત પેટમાં દર્દ તથા સોજો અને માથામાં દુખાવો તથા ચક્કર આવવા તેમજ યુરીનનો રંગ બદલાવો અને અચાનક વજનમાં ઘટાડો નોંધાવો તથા લાંબા સમય સુધી તાવ આવવો સહિતના અનેક લક્ષણો જોવા મળે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ