બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Shubman Gill missed the century by just 8 runs, Sara stood up and increased the passion, the video is going viral

World Cup 2023 / માત્ર 8 રનથી સેન્ચુરી ચૂક્યો શુભમન ગિલ, સારાએ ઊભા થઈને વધાર્યો જુસ્સો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Megha

Last Updated: 10:26 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગીલ આઉટ થતાં જ આખા સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ હતી. આ દરમિયાન કેમેરો સારા તેંડુલકર તરફ ગયો હતો અને હવે તેના રિએક્શનનો વીડિયો વાયરલ થયો છે.

  • શ્રીલંકા સામે શુભમન ગિલે 92 રનની ઇનિંગ રમી હતી
  • ગિલના આઉટ થયા બાદ સારા તેંડુલકરનો વીડિયો વાયરલ
  • વર્લ્ડ કપમાં શુભમન ગિલનો અત્યાર સુધીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર

વર્લ્ડ કપ 2023 ની 33મી મેચ મુંબઈમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જે બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ચાર્જ સંભાળ્યો હતો. આ બંને ખેલાડીઓ વચ્ચે 190 રનની ભાગીદારી નોંધાઈ હતી. જેમાં શુભમન ગિલે 92 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. 

શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી
ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગિલે શ્રીલંકા સામેની મેચમાં 92 બોલમાં 92 રનની જોરદાર ઈનિંગ રમી હતી, જેમાં તેને 11 ફોર અને 2 સિક્સર ફટકારી. જો કે, તે તેની 7મી ODI સદીથી માત્ર 8 રન દૂર રહ્યો. શુભમન ગિલ સદી ચૂક્યાબાદ ઘણો નિરાશ દેખાતો હતો. જોકે, માત્ર શુભમન જ નહીં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલી સચિન તેંડુલકરની પુત્રી સારા પણ નિરાશ થઈ ગઈ હતી.

સારા તેંડુલકરના રિએક્શનનો વીડિયો વાયરલ
શુભમન ગિલ શ્રીલંકા સામે શરૂઆતમાં ખૂબ જ સુસ્ત દેખાતો હતો અને તેણે ખાતું ખોલવા માટે 7 બોલ લીધા હતા. તેને પોતાની લયમાં આવવામાં થોડો સમય લાગ્યો. પરંતુ ગિલની વિકેટો બદલતા જ મુંબઈના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો ધમધમાટ મચી ગયો હતો. શુભમનની બેટિંગ જોઈ સારા તેંડુલકર ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, પરંતુ તે આઉટ થતાં જ આખા સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે કેમેરો સારા તેંડુલકર તરફ ગયો તો તેના રિએક્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

જ્યારે શુભમન ગિલ 92 રનની ઈનિંગ રમીને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને સારા તેંડુલકર પણ આવું જ કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે આ વર્લ્ડ કપમાં શુભમન ગિલનો અત્યાર સુધીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.

મેચમાં ભારતે 357 રન બનાવ્યા હતા.શ્રીલંકા
સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. ભારતીય ટીમે શુભમન (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ અય્યર (82)ની અડધી સદીના આધારે નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ મેચમાં પોતાની સદી ચૂકી ગયા પરંતુ તે પછી સ્કોર 350 રન સુધી પહોંચી ગયો હતો.

મદુશંકાએ તેના પંજા ખોલ્યા
શ્રીલંકા માટે દિલશાન મદુશંકાએ જોરદાર બોલિંગ કરી. તેણે મેચમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. જો કે, તેણે તેની 10 ઓવરના સ્પેલમાં 80 રન પણ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ