બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 India's first match today: These 5 players can increase Rohit Sharma's tension

વર્લ્ડ કપ 2023 / આજે ભારતની પહેલી પરીક્ષા: આ 5 ખેલાડીઑ વધારી શકે છે રોહિત શર્માનું ટેન્શન, જાણો મોસમના કેવા છે હાલ

Megha

Last Updated: 09:44 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023 ની 5મી મેચ આજે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે પરંતુ આ મેચ પર વરસાદનો ખતરો છે. સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે

  • ભારતીય ક્રિકેટ ટીમ આજે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે
  • આજે બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે
  • મેચ દરમિયાન વરસાદને કારણે વિક્ષેપ પડી શકે છે

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

જાણો મોસમના કેવા છે હાલ 
મહત્વનું છે કે ભારત એકમાત્ર એવી ટીમ છે જેને એક પણ પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી નથી. ટીમ ઈન્ડિયાની બંને પ્રેક્ટિસ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. એવામાં હવે દરેકના મનમાં સવાલ છે કે શું ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ વિલન બની શકે છે? નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી ચેન્નાઈમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદનો ખતરો છે.

મેચ દરમિયાન વરસાદને કારણે વિક્ષેપ પડી શકે છે
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદને કારણે વિક્ષેપ પડી શકે છે. હવામાનની આગાહી અનુસાર રવિવારે ચેન્નાઈમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. તે જ સમયે, મેચના પ્રથમ થોડા કલાકોમાં વરસાદની સંભાવના છે. રવિવારે સાંજે 4:00 વાગ્યે વરસાદની 54 ટકા શક્યતા છે.

આજે બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે
જો અત્યાર સુધીના આંકડાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન છે, જ્યારે ભારતે બે વખત વર્લ્ડ ટાઈટલ જીત્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આજે આ રેકોર્ડને સુધારવા પર નજર રાખશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને વનડે સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે   
જો જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમને અમુક અંશે હેરાન કરી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલીયાની ટીમ પાસે એવા ખેલાડીઓની ફોજ છે, જે આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. આવી સ્થિતિમાં આજની મેચમાં ભારતે આ ખેલાડીઓને ઝડપથી આઉટ કરવા પડશે. 

ડેવિડ વોર્નર: ડેવિડ વોર્નરને ભારતમાં ક્રિકેટ રમવાનો ઘણો અનુભવ છે, તેને અત્યાર સુધી ભારત વિરૂદ્ધ 25 વનડે મેચમાં 51.04ની એવરેજથી 1174 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરોએ વોર્નરને મોટો સ્કોર કરતા રોકવાનો રહેશે.

સ્ટીવ સ્મિથ: સ્મિથે ભારત સામે અત્યાર સુધી 27 વનડે મેચમાં 1260 રન બનાવ્યા છે અને તેની એવરેજ 54.78 રહી છે. એકવાર સ્મિથ ક્રિઝ પર સ્થિર થઈ જાય પછી તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં સ્મિથને શરૂઆતમાં જ પેવેલિયન મોકલવો પડશે.

મિશેલ સ્ટાર્ક: આ ડાબા હાથનો ફાસ્ટ બોલર મોટાભાગે ટીમ ઈન્ડિયાના ઓપનરો અને સ્ટાર બેટ્સમેનોને નિશાન બનાવે છે. સ્ટાર્કે ભારત સામે 17 વનડે મેચમાં 26 વિકેટ લીધી છે. જેમાં તેને રોહિત શર્માને ત્રણ વખત તો શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવને પણ 2-2 વખત આઉટ કર્યા છે.

પેટ કમિન્સ:  પેટ કમિન્સની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. કમિન્સે ભારત સામે અત્યાર સુધી 19 વનડે મેચ રમી છે અને 26 વિકેટ લીધી છે. કમિન્સ લોઅર ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ વધારી શકે છે.

એડમ ઝામ્પા: ઝામ્પાએ ભારત સામે 21 વનડે મેચમાં 34 વિકેટ લીધી છે. વનડે ક્રિકેટમાં ટેને પાંચ વખત વિરાટ કોહલીને તો રોહિત શર્માને પણ ચાર વખત પેવેલિયન મોકલ્યો છે. આવી સ્થિતિમાં ભારતે ઝામ્પાને લઈને સાવધાન રહેવું પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ